Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

સુરતમાં પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શારજહાનું આગમન

સુરતથી શરૂ થયેલી ફ્લાઈટમાં 186 તમામ સીટો ફૂલ

સુરત એરપોર્ટ માટે આજે એક ઐતિહાસિક દિવસ છે કારણકે આજથી સુરતને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળી છે. સુરત એરપોર્ટ ઉપર આજે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથી લેન્ડ કરી તેમજ સુરત થી શારજહા માટે ફ્લાઇટ ટેક ઓફ પણ લઇ વર્ષોથી ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સુરતના નાગરિકો લડત આપી રહ્યા હતા. પરંતુ કોઈક ને કોઈક કારણોસર ઇન્ટરનેશનલ ફ્લાઇટ સુરતને મળતી નહોતી પરંતુ જે લડાઈ આદરી હતી. એ લડાઇને અંતે આજથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખ પામ્યું છે

સુરત માટે આજનો દિવસ ખરેખર ઐતિહાસિક છે. જેનું મુખ્ય કારણ સુરત એરપોર્ટ આજે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મેળવી સુરતથી આજે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂઆત થઈ છે. પ્રથમ ફ્લાઈટ આગમન થતા એના સ્વાગતમાં સુરતના સાંસદ સી આર પાટીલ,સાંસદ દર્શના જરદોસ, મેયર જગદીશ પટેલ,પોલીસ કમિશનર સતીશ શર્મા સહિત અન્ય અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજે સુરત એરપોર્ટ ઉપર થી શારજાહ થી સુરત આવતું પ્રથમ ફ્લાઈટ ઉતરાણ કરી આ સાતજે સાથે પ્રથમ ફ્લાઈટ સુરત થી શારજહાં ગઈ. આજે સુરતને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળતા સુરતીઓની ખુશી નો પર નહોતો. સાથે સાથે વાત કરવામાં આવે તો સુરતથી આજે શરૂ થયેલી ફ્લાઈટમાં 186 તમામ સીટો ફૂલ થઈ ગયી હતી. વાત કરવામાં આવે તો ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ વ્યવસાયને મોટો ફાયદો થશે. હાલમાં સુરતથી શારજહાં માટે અઠવાડિયામાં બે વિમાન ઉડાન ભરશે તો ઉનાળામાં 4 વખત કરવામાં આવશે

સુરત થી શારજહાં વચ્ચે વિમાની સેવા શરુ થવાને કારણે સૌથીમોટો ફાયદો સુરતના ડાયમંડ અને ટેક્ષટાઇલના વ્યવસાયને થશે કારણકે સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળવાને કારણે હવે ખરીદી કરનાર સીધા સુરત આવી શકશે. અત્યારસુધી ખરીદી કરનારા મુંબઇ આવતા હતા અને અહીંના વેપારીઓ સેમ્પલ મુંબઇ મોકલતા હતા. જોકે દલાલોને કમિશન આપવામાંથી છુટકારો મળશે ઉપરાંત તેઓ હવે પોતાનો સમય પણ બચાવી શકશે કારણકે સુરતથી મુંબઇ જવાનું અને પછી વિમાની સેવાનો લાભ લેવામાં આશરે 7 થી વધુ કલાકો બગડી જતા હતા જોકે હવે ફક્ત બે થી ત્રણ કલાકનો સમય જાય છે.

(12:10 pm IST)