Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

બોરસદના વાસણા ફાટક પાસે રેલ્વેની મિલ્કતને નુકશાન કરવાની ના પાડતા ફાટકમેન ઉપર ૪ શખ્‍સોનો હૂમલો

બોરસદઃ બોરસદના વાસણા ફાટક પાસે રેલ્વેની મિલ્કતને નુકશાન કરતા ઠપકો આપતા છરીથી હૂમલો કરતા ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ૧૫ થી ૧૭ વર્ષના ચારેક જેટલા અજાણ્યા શખ્સો વાસણા રેલવે ફાટક પાસે આવી પહોંચ્યા હતા અને રેલવેની મિલ્કતને તોડફોડ કરીને નુકસાન પહોચાડતા હતા જેથી ફાટકમેન આત્મારાય રામનાથરાય યાદવે તેમને ઠપકો આપતાં ચારેય શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ એક શખ્સે પોતાની પાસેની છરી કાઢી હતી અને આત્મારાયને માથામાં તેમજ કપાળના ભાગે મારી દીધી હતી જેથી તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. ઘટનાની જાણ બોરસદ પોલીસને થતાં તેઓ તુરંત ઘટનાસ્થળે ઘસી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા ફાટકમેનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

(7:00 pm IST)