Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કણજરી નજીક નેશનલ હાઇવે પર બોલેરોની હડફેટે એક્ટિવા ચાલકનું મોત: એક ઘાયલ

નડિયાદ:તાલુકાના કણજરી નજીક નેશનલ હાઈવે નં ૮ પર પીક અપ ગાડીએ એક્ટિવાને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતુ જ્યારે એકને ઈજાઓ થવા પામી હતી.

 


મળતી માહિતી મુજબ ગઈ કાલે ૫:૩૦ કલાકે નેશનલ હાઈવે નં ૮ પર કણજરી પાસેથી પસાર થતી બોલેરો પીકઅપ ગાડી જીજે ૨૩ વી ૩૯૧૧ એ આગળ જતાં એક્ટિવા નં જીજે ૦૬ એલસી ૪૧૯૧ને ટક્કર મારતાં રમેશભાઈ બાબુભાઈ રાઠોડ (બોરીયાવી)નું ગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજ્યું હતું જ્યારે નટુભાઈને ઈજા થતાં સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.

ચકલાસી પોલીસે દશરથભાઈ રમેશભાઈ રાઠોડની ફરિયાદને આધારે પીકઅપ ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:09 pm IST)