Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદ માટે ભાજપ - કોંગ્રેસના ટેકાથી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ફોર્મ ભર્યુ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ પદે રાજેન્દ્રભાઇ ત્રિવેદીની સર્વાનુમતે વરણી કરવામાં આવનાર છે જેથી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ફોર્મ ભરીને ઉમેદવારી કરી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ માટે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ નક્કી થતા તેઓએ આજે ભાજપના સભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે. અને વિધાનસભા અધ્યક્ષ તરીકેનું ફોર્મ ભર્યુ છે. આજે સૌ પ્રથમ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાદ્યાણીને રાજીનામુ આપ્યુ હતુ. અને બાદમાં વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ફોર્મ ભર્યું હતું. આ સમયે સીએમ વિજય રૃપાણી, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ કેટલાક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે પણ વિધાનસભાના અધ્યક્ષ પદ માટે રાજેન્દ્ર ત્રિવેદીના નામ પર ટેકો જાહેર કર્યો છે.

 

(5:48 pm IST)