Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ડેડીયા પાડાના જેતલપુર નજીક રસ્તા ઉપર વાઘે દેખા દીધીઃ ૧૯૬પ બાદ પ્રથમ વખત વાઘ દેખાતા ભારે આશ્ચર્ય

ડેડીયાપાડાઃ ગુજરાતમાં ૧૯૬પમાં વાઘ જોવા મળ્યા બાદ ડેડીયાપાડાના જંગલમાં ફરી પાછા વાઘે દેખા દેતા વન વિભાગ ટીમ દ્વારા વિવિધ પાસાઓ તરફ તપાસ કરી રહી છે.

ડેડિયાપાડા વિસ્તારના રસેલા ગામના જીપ ચાલક નરેન્દર્સિંહ જાદવ પોતાની જીપ લઈને પોઈચા તરફ જતા હતા ત્યારે  રાત્રે જેતલપુર અને ભીલવાડા વચ્ચેના રોડ પર આ વાદ્ય અચાનક આવી ગયો હતો.જીપની હેડલાઈટમાં સ્પષ્ટ પણે દેખાતા વાદ્યની તસવીર તેમણે પાડી હતી

આ વાદ્ય રસ્તો ક્રોસ કરીને ખેતરમાં જતો રહ્યો હતો.જોકે સ્થાનિક લોકો હજી પણ વાદ્યને દીપડો ગણી રહ્યા છે.તેમનુ કહેવુ છે કે છેલ્લા કેટલાક દિવસથી ગામડાઓમાં દિપડાનો આંતક જોવા મળી રહ્યો છે.ત્રણ જેટલા પાડાનો શિકાર પણ થયો છે અને તેના ભયના કારણે ખેડૂતો પણ ખેતરમાં કામ કરી શકતા નથી

એમ એસ યુનિવર્સિટીના ઝૂલોજી વિભાગના અધ્યાપક પ્રો.દેવકરે જણાવ્યું કે શકય છે કે મહારાષ્ટ્રના જંગલોમાંથી આ વાદ્ય ફરતો ફરતો ડેડિયાપાડા વિસ્તારના જંગલોમાં પહોંચ્યો હોય.બાકી ગુજરાતમાં છેલ્લા દક્ષિણ ભારતના વાંસદાના જંગલોમાં 1947 માં સાત વાઘ હતા.આ જ જંગલમાં છેલ્લે 1965 માં વાઘે  દેખા દીધી હતી.જો ડેડિયાપાડા વિસ્તારમાં વાદ્યની અવર જવર નોંધાઈ હોય તો તે મોટી દ્યટના કહી શકાય.

 

(5:27 pm IST)