Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પાટણમાં દલીત પ્રૌઢના આત્મવિલોપન બાદ ઉંઝા બંધ

નિવૃત તલાટી મંત્રી ભાનુભાઇ વણકરના મૃતદેહને વતન દુદખામાં અંતિમવિધિ કે પાટણ લઇ જવાશે? જડબેસલાક પોલીસ બંદોબસ્ત

પાટણ, તા., ૧૭: પાટણ જીલ્લાના સમી તાલુકાનાં દુદખા ગામના નિવૃત તલાટી મંત્રી અને સામાજીક કાર્યકર ભાનુભાઇ જેઠાલાલ વણકરે ગુરૂવારે સાંજે પાટણ કલેકટર કચેરીમાં આત્મ વિલોપનનો પ્રયાસ કરતા તેમને અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. જયાં તેમનું મોડી રાત્રીના અવસાન થતા અરેરાટી વ્યાપી ગઇ છે. આત્મવિલોપનનીઆ ઘટના બાદ તંત્ર સામે રોષ ભભુકી ઉઠયો છે.

પ્રાપ્ત માહીતી સમી તાલુકાના દુદખા ગામે દલીત પરીવારોને સરકારી તંત્ર દ્વારા થઇ રહેલા અન્યાય સામે ગુરૂવારે બપોરે પાટણમાં તેમણે અગ્નિસ્નાન કર્યુ ત્યારે પોલીસે આગ બુઝાવવા એકસ્ટીંગ્વીશર સિલેન્ડરથી ગેસ છાંટતા તબીબોએ બચવાી શકયતાને પહેલાથી નકારી કાઢી હતી. આથી ઉંઝા સ્થિત તેમના પરીવારે ઓસ્ટ્રેલીયા રહેતા ભાનુપ્રસાદ વણકરના પુત્રને તાત્કાલીક બોલાવી પણ લીધા હતા. ગુરૂવાર મહેસાણાથી ગાંધીનગર એપોલો હોસ્પીટલમાં લવાયેલા ૬ર વર્ષના ભાનુભાઇને વેલન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. ચાકરીયાત પસાયતાની જમીન રિ-ગ્રાન્ટ કરવા મુદ્દે લડી રહેલા દુદખાના દલીત પરીવારને થયેલા અન્યાય અને ભાનુભાઇ વણકરના સમર્થનમાં પાટણ શહેર સજજડ બંધ પાડયો હતો એટલું જ નહી દલીત સમાજને ન્યાય અપાવવા અનેક સમાજોના આગેવાનો સામેથી રસ્તા ઉપર ઉતરીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

દરમિયાન મૃતક ભાનુભાઇ વણકરનાં મૃતદેહને તેમના વતન દુદખામાં લઇ જઇને અંતિમવિધિ કરવામાં આવનાર છે.

જો કે બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તેમના મૃતદેહને પાટણ કલેકટર કચેરી ખાતે લઇ જઇને તંત્ર સામે કાર્યવાહીની માંગણી કરવા આંદોલનની ચીમકી આપવામાં આવશે.

જો કે આત્મ વિલોપનમાં મૃત્યુ નીપજતા પાટણ અને તેમના વતન દુદખામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.(૪.૪)

(11:47 am IST)