Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

મધ્યાહ્ન ભોજનની વાનગીમાં ફેરફાર

શાળાઓમાં બાળકોની દર સોમવારે ખીચડી, મંગળવારે થેપલા-સુકીભાજી, બુધવારે પુલાવ, ગુરૂવારે દાળ ઢોકળી, શુક્રવારે દાળભાત અને શનિવારે ફરી પુલાવ અપાશે : દરરોજ બપોર બાદ નાસ્તો

રાજકોટ તા. ૧૭ :.. રાજય સરકારે પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના માટે રાજયભરમાં એક સમાન અઠવાડીક મેનું નકકી કરેલ છે. બપોરે ભોજન અને બપોર બાદ નાસ્તો અપાશે. શિક્ષણ વિભાગના ઉપસચિવ પરેશ ઠાકરની સહીથી તા. ૧પ ફેબ્રુઆરીએ પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

નવા મેનુ મુજબ ભોજનમાં દર સોમવારે વેજીટેબલ ખીચડી, મંગળવારે થેપલા-સુકીભાજી, બુધવારે વેજીટેબલ પુલાવ, ગુરૂવારે દાળ ઢોકડી, શુક્રવારે દાળભાત અને શનિવારે વેજીટેબલ પુલાવ પીરસાશે. બપોર પછીના નાસ્તા માટે દર સોમવારે સુખડી, મંગળવારે ચણા-ચાટ, બુધવારે કઠોળ-ઉસળ, ગુરૂવારે ચણાચાટ, શુક્રવારે મુઠીયા અને શનીવારે ચણાચાટ નકકી થયેલ છે. સંચાલકોએ નાસ્તો અને ભોજન બન્ને બનાવવાના રહેશે. (-પ૧૪)

(11:47 am IST)