Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

અમદાવાદમાં 15 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી કરનારા નરાધમ શિક્ષક તપસ દત્તા ઝડપાયો

એકલતાનો લાભ લઇ 52 વર્ષના લંપટ શિક્ષકે કલાસરૂમમાં અડપલાં કર્યા:પોલીસે છેડતી અને POSCO એક્ટ હેઠળ ધરપકડ કરી

 

અમદાવાદઃસાહહરના ટ્યુશન ક્લાસમાં 15 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી કરનાર નરાધમ શિક્ષકને પોલીસે ઝડપી લીધો છે ક્લાસરૂમમાં એકલતાનો ગેરફાયદો ઉઠાવી 52 વર્ષીય શિક્ષક તપસ દતાની પોલીસે ધરપકડ કરી છે

     અમદાવાદના સરદારનગરની ઘટનામાં સરદારનગર પોલીસે છેડતી અને POCSO એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી છે પોલીસ અધિકારીએ જણાવ્યું કે,તપન ટ્યૂશન ક્લાસિસ ચલાવતા નરાધમક શિક્ષકે અન્ય કોઇ વિદ્યાર્થિનીની છેડતી કરી છે કે નહીં તે અંગે પણ તપાસ થશે.

   ઇન્સ્પેક્ટર જે કે બ્રહ્મભટ્ટે જણાવ્યું કે 15 વર્ષીય પીડિત વિદ્યાર્થિની અહ્યાંની લોકલ શાળામાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થિની સવારે ટ્યૂશન ક્લાસમાં ગઇ હતી, ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થિની અન્ય વિદ્યાર્થીઓથી વહેલી પહોંચી ગઇ હતી. ત્યારે ક્લાસરૂમમાં એકલી વિદ્યાર્થિનીને જોઇ દત્તાએ તેની છેડતી કરી હતી. ઘટનાને પગલે વિદ્યાર્થિની ઘરે ભાગી ગઇ હતી.તે સાંજે ગર્લ અને તેના મમ્મીએ ઘટના વાત અંગે તેના પપ્પાને વાત કરી હતી. જે બાદ સગીરાના પિતાએ નરાધમ શિક્ષક વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

   પોલીસ સુત્રથી મળેલી માહિતી મુજબ પીડિતાના પિતાની ફરિયાદના આધારે  શિક્ષકની ધરપકડ કરી લેવાઈ છે હવે શિક્ષકને કોર્ટમાં હાજર કરાશે અને શિક્ષકે અન્ય કોઇ વિદ્યાર્થિનીની છેડતી કરી છે કે નહીં તે ચકાશવા રિમાન્ડની માગણી કરાશે આરોપી શાદીશુદા છે અને તેને બે બાળકો પણ છે.

(11:37 am IST)