Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ઇન્ટર કોલેજ ડીબેટ સ્પર્ધા યોજાઇ

ર૦ સ્‍પર્ધકોઅે ભાગ લીધો

અભિવ્યક્તિની આઝાદી મર્યાદિત હોવી જોઇએ એ અંગે એસ.એમ.પટેલ કોલેજ હોમ સાયન્સ ખાતે ઇન્ટર કોલેજ ડીબેટ કોમ્પીટીશન યોજાઇ ગઇ જેમાં અલગ-અલગ કોલેજોના ૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો

જેમાં નિર્ણાયકો તરીકે ડો. નવનીત ચૌહાણ, રીટાયર્ડ પ્રોફેસર, હિન્દી વિભાગ, ડો. અપૂર્વ પાઠક, એસોસિએટ પ્રોફેસર, આણંદ લો કોલેજ તેમજ વિભા જસરાય, એસોસિએટ પ્રોફેસર ઈંગ્લિશ વિભાગ, એમ કોસ્ટ કોલેજના પ્રાધ્યાપકોએ જવાબદારી સંભાળી હતી. 

વિજેતા થયેલ પ્રથમ ક્રમાંક સેમકોમ કોલેજને રનિંગ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વિજેતાઓમાં પ્રથમ નંબર ધાર્મિક દેસાઈ-સેમકોમ, બીજો નંબર રિતિકા ગુપ્તા, જીસેટ અને ત્રીજો નંબર રીયા પંડ્યા, ઈલસાસ કોલેજે મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડીબેટ ઈન્ચાર્જ ડો. યોગેશ વડવાલાના માર્ગદર્શન હેઠળ ડીબેટ સેક્રેટરી દેવલ જાલુ તેમજ ડિમ્પલ જોષી દ્વારા કરાયું હતું.

(9:06 am IST)