Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પાટણ આત્મવિલોપનના પ્રયાસનો રિપોર્ટ વિજયભાઇ રૂપાણીને સુપરત

પાટણઃ પાટણમાં આત્મવિલોપનના પ્રયાસનો ઘટના અંગેનો રિપોર્ટ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને સોંપવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પાટણમાં સામાજીક કાર્યકરે આત્મવિલોપનનો પ્રયાસ કરતા મામલે ગૃહવિભાગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે.

રિપોર્ટમાં પોલીસ પોતાનો બચાવ કરતા કહ્યુ છે કે, ઘટના બને તે માટે પોલીસ 3 દિવસ સુધી કાર્યરત હતી. મુખ્ય ફરિયાદીનો ફોન 3 દિવસ સુધી બંધ હતો. જેથી પોલીસ તપાસ કરી શકી હતી. ત્યારે હવે મામલે ગૃહવિભાગ દ્વારા IB પાસેથી રિપોર્ટ માંગવમાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ પાટણની કલેકટર કચેરી બહાર યુવકે કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સર્જાતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

(6:06 pm IST)