Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

રેશનીંગ દુકાનોના સોફ્ટવેરમાં ટેક્નીકલ ફોલ્ટથી અનાજ વિહોણા રહેતા લોકોઃ પ્રહલાદભાઇ મોદીનો આક્રોશ

ગાંધીનગરઃ આધારકાર્ડના આધારે અનેક લોકોને રેશનીંગની વસ્‍તુઓ મળતી ન હોવા અંગે પ્રહલાદભાઇ મોદીઅે રોષ વ્યક્ત કર્યો છે.

આ અંગે પ્રહલાદભાઇ મોદીએ કહ્યું કે અનેક લોકોને ફેયર પ્રાઇઝ શોપ પર લાગેલા સોફ્ટવેરની ટેકનીકલ ખરાબીના કારણે મહિનાનું રેશન નથી મળ્યું. મામલે તેમણે રાજ્ય સરકારને પણ આડે હાથે લીધી હતી. મોદીનું કહેવું છે કે રેશન ડિલરોને આનાથી તકલીફ પડી રહી છે. સાથે લોકો પણ રેશન ના મળતા ખાલી હાથે પાછા ફરે છે. તેમણે ગુજરાત સરકારને મુશ્કેલીનો ઉકેલ નીકાળવાની માંગણી કરી છે. અને સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો જલ્દી અંગે કોઇ પગલાં નહીં લેવામાં આવે તો દુકાનોને બંધ કરી વિરોધ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે રાજ્ય સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 17,000 રિયાયતી દુકાનો પર લાભાર્થી સબસિડી વાળું અનાજ મેળવી શકે તે માટે એપ્રિલ 2016માં અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી.

આવી દુકાનોમાં એફપીએફ સોફ્ટવેરના માધ્યમથી કેન્દ્રીય ડેટાબેઝ સાથે જોડવામાં આવી છે. પ્રણાલી હેઠળ ગ્રાહકને રેશનના લાભ આપવા માટે આધાર કાર્ડનું વિવરણ અને અંગૂઠાનું નિશાન હોવું જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઇ પ્રહ્લાદ મોદીએ કહ્યું કે સોફ્ટવેરની અનેક દુકાનોમાં ઠીક રીતે કામ નથી કરતું. જેના કારણે અનેક લાભાર્થીઓને ખાલી હાથે પાછા જવું પડે છે. મોદીએ કહ્યું કે રાજ્યમાં અનેક દુકાનો સોફ્ટવેરની મુશ્કેલીથી પસાર થાય છે. જેમાં ગ્રાહકો અંગૂઠાની છાપ અને આધાર કાર્ડ રીડ નથી કરતા. સાથે તેમણે કહ્યું કે સોફ્ટવેર સાથે અનેક સમસ્યા છે. ક્યારેક ફિંગરપ્રિન્ટ નથી રડી થતી તો ક્યારેક આધાર કાર્ડની ડિટેલ નથી દેખાતી. તો કેટલીક વાર સોફ્ટવેર એટલું ધીમું ચાલે છે કે પુછો ના વાત. તો ક્યારેક લોગિનની સમસ્યા પણ થાય છે. ત્યારે પ્રહ્લાદ મોદીએ માંગ કરી છે કે સરકાર જલ્દી મામલે કોઇ નિરાકરણ લાવે. સાથે સરકારે મામલે અન્ય કોઇ વિકલ્પ પણ આપવો જોઇએ જેથી કરીને ગ્રાહકને રેશન વગર ખાલી હાથે ના જવું પડે.

(6:05 pm IST)