Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પૈસા લઇને બદલીઓ કરાતી હોવાનો સુરત વિજ કર્મચારીઓનો આક્ષેપઃ અર્ધનગ્ન વિરોધ પ્રદર્શન

સુરતઃ સુરતમાં વિજ કચેરીના કર્મચારીઓનો અર્ધનગ્ન થઇને ભ્રષ્‍ટાચારના આરોપો સાથે વિરોધ પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં ડિજીવીસીએલના કર્મચારીઓએ કંપની સામે ભ્રષ્ટાચારના આરોપો કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું. ઓફિસ બહાર અર્ધનગ્ન થઈને કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કર્યો. તેમનો આરોપ છે કે સલામતી માટે આપવામાં આવતા સેફટી સાધનો હલકી ગુણવત્તાવાળા છે. રૂપિયા લઈને કર્મચારીઓની બદલીઓ કરવામાં પણ મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોવાના પણ આક્ષેપો કર્યા હતાં.

(9:19 am IST)