Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

રૂપાણી સરકારે ૪૧ હજાર ઝુપડાવાસીઓને ફલેટ આપી દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

ગુજરાત સરકારે ઇન-સી-ટુ સ્લમ રિહેબીલીટેશન હેઠળ ગુજરાતભરમાં ઝુપડપટ્ટી સુધારણા પ્રોજેક્ટ હાથ ધરીને ૪૧ હજાર જેટલા ઝુપડાવાસીઓને પાકા ફલેટ આપ્યાનો અને આ ક્ષેત્રમાં દેશભરમાં ગુજરાતે પ્રથમ ક્રમાંક મેળવ્યાનો દાવો રાજ્યના શહેરી વિકાસ વિભાગે કર્યો છે.

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલમાં સ્માર્ટ ટેકનોલોજી ફોર હાઉસીંગ એન્ડ ઇન-સી-ટુ સ્લમ રિહેબીલીટેશનની રાષ્ટ્રીય  સેમિનાર યોજાયો હતો. જેમાં સીએમ વિજય રૂપાણીએ હાજરી આપી હતી. આ સેમિનારમાં 21 રાજ્યોના શહેરી વિકાસના સચિવો અને અગ્ર સચિવો સહિત વિવિધ શહેરોના મ્યુનિસિપલ કમિશનરોએ ભાગ લીધો હતો. આ વર્કશોપમાં દેશમાં ઝુંપડપટ્ટી સુધારણા અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

ઝુંપડપટ્ટીની જગ્યાએ પાકા મકાનો બનવવા અને તેમા કેવા પ્રકારની સુખ સુવિધાઓ ઉભી કરવી તે મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે આશ્ચર્યની વાત એ છે કે સમગ્ર દેશમાંથી ઝુંડપપટ્ટી સુધારણામાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. કારણ કે ગુજરાત રાજયે છેલ્લા ઘણા સમયથી રાજયમાં રહેલી ઝુડપપટ્ટીઓને દુર કરીને પાકા મકાનો બનાવ્યા છે. જેમાં અત્યાર સુધી રાજય સરકારે 41 હજાર મકાનો બનાવ્યા છે. અને હાલ 25 હજાર નવા મકાનોનું પ્લાનિંગ કરી રહી છે.

(5:57 pm IST)