Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

સોમવારે વડાપ્રધાન મોદીના હસ્તે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-ર ના કાર્યનો શુભારંભ અને સુરત મેટ્રો રેલ પ્રોજેકટનો શિલાન્યાસ કરાશે

રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહેશે

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-ર ના કાર્યનો શુભારંભ તથા સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું શિલાન્યાસ અને કાર્યનો શુભારંભ તા.૧૮મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે રાજયપાલઆચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણી,  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)ડો.હરદીપ સિંઘ પુરી અને ગુજરાતના  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વગેરે સર્વે મહાનુભાવો આ કાર્યક્રમની શોભામાં અભિવૃધ્ધિ કરશે.

 આ સમારોહ મહાત્મામંદિરસેક્ટર-૧૩, ગાંધીનગર ખાતે તેમજ ડાયમંડ બોર્સ ડ્રીમ સિટી, સુરત ખાતેરાખવામાં આવેલ છે. ટ્રાફીક ભીડ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, મુસાફરીના સમયગાળાને ઘટાડવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકારે સાથે મળીને અમદાવાદ,ગાંધીનગર અને સુરતમાં શહેરી પરિવહન માટે એક મુખ્ય માળખાકીય સુવિધા બનાવવાનું નક્કી કર્યું છે. આ ઉદ્દેશ્યના અમલ માટે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) લિમિટેડએસપીવી ની સ્થાપના કરવામાં આવી છે, જેનાથી લોકોને વ્યાજબી દરે સલામત, ઝડપી અને સરળ એવી રેલ આધારિત સામૂહિક પરિવહન સેવાઓ મળી રેહશે

(9:43 pm IST)