Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

૨૦ નવા ફલાયઓવર બ્રીજ

૭૦૦ કરોડના ખર્ચે રસ્તાઓનું આધુનિકીકરણ

અમદાવાદ, તા.૧૭ : મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદના વિકાસની મસમોટી જાહેરાત કરી ફરી એકવાર વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં શહેરમાં રૃ.૯૬૮ કરોડના ખર્ચે ૨૦ નવા ફલાયઓવર બ્રીજ બનાવવાની જાહેરાત કરી હતી. તો સાથે સાથે રૃ.૧૫૨ કરોડની ખર્ચે ૧૫ નવા રેલ્વે ઓવરબ્રીજ અને રેલ્વે અંડરબ્રીજ બનાવવાની પણ જાહેરાત કરી હતી. તો, સૌપ્રથમવાર અમદાવાદ શહેરમાં રૃ.૭૦૦ કરોડના ખર્ચે રસ્તાઓનું આધુનિકીકરણ કરવાની હૈયાધારણ બજેટમાં અપાઇ હતી. મ્યુનિસિપલ કમિશનર નહેરાએ વધુમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે અંજલિ અને ઇન્કમટેક્સ ફલાયઓવરબ્રીજનું લોકાર્પણ કરાયું છે. હજુ રાજેન્દ્ર પાર્ક જંકશન સ્પ્લીટ એફઓબી, વિરાટનગર જંકશન પર સ્પ્લીટ એફઓબી, સીમ્સ હોસ્પિટલ પાસે આરઓબી, અનુપમ-ખોખરા આરઓબી, અજીતમીલ એફઓબીનું કામ પ્રગતિમાં છે. શહેરમાં સૌપ્રથમવાર રૃ.૭૦૦ કરોડના ખર્ચે રસ્તાઓનું આધુનિકીકરણ કરવાની જોગવાઇ આ બજેટમાં કરાઇ છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ૩.૩૦ લાખ ચો.કિ.મી માઇક્રોરીસરફેસીંગ, તો, ૧૧.૨ કિ.મી પીકયુસી-સીસી રોડ ઉપરાંત, બીટુમીનસ હોટમીક્ષ૫.૬૦ મેટ્રીક ટનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સિવાય સીજી રોડની ડિઝાઇન મુજબ દરેક ઝોનમાં એક રોડનું નવીનીકરણ કરવામાં આવશે.

કયાં બનશે ૨૦ નવા ફલાયઓવર બ્રીજ

*        વિવેકાનંદનગર રિવરબ્રીજ

*        નરોડા પાટિયા જંકશન ફલાયઓવરબ્રીજ

*        ઘોડાસર ચાર રસ્તા પર એફઓબી

*        પલ્લવ જંકશન એફઓબી

*        પ્રગતિનગર જંકશન એફઓબી

*        સત્તાધાર જંકશન એફઓબી

*        વાડજ જંકશન એફઓબી

*        પાલડી જંકશન એફઓબી

*        નરોડા-ગેલેક્સી ક્રોસ રોડ એફઓબી

*        વાયએમસીએ-બોપલ ક્રોસ રોડ એફઓબી

*        શ્યામલ જંકશન એફઓબી

*        પાંજરાપોળ જંકશન ક્રોસ રોડ એફઓબી

*        વિસત સર્કલ એફઓબી

*        ખોખરા-અનુપમ રેલ્વે ઓવરબ્રીજ

*        કમોડ સર્કલને એક્રોસ એફઓબી

*        બાકરોલ સર્કલને એક્રોસ એફઓબી

*        શીલજ સર્કલ એક્રોસ એફઓબી

*        કઠવાડા(દાસ્તાન) સર્કલને એક્રોસ એફઓબી

*        તપોવન સર્કલને એક્રોસ એફઓબી

*        નિકોલ-કઠવાડા જીઆઇડીસીને એક્રોસ એફઓબી

રેલ્વે ઓવરબ્રીજ

પુનીતનગર, મણિનગર દક્ષિણી સોસાયટી, નરોડા જીઆઇડીસી, જગતપુર, જૂહાપુરા-એસજી હાઇવે સરખેજ

રેલ્વે અંડરબ્રીજ

વટવા વિંઝોલ, ઓમનગર, ત્રાગડ ગામ, ઉમા ભવાની ચાંદખેડા, આઇઓસી ચાંદખેડા, સાબરમતી ડીકેબીન, હેબતપુર, વંદેમાતરમ્ ઋતુ બંગલો, અગિયારસી માતા મંદિર, પાલડી જલારામ

(8:57 pm IST)