Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ગુજરાતના ગુપ્તચર વડા મનોજ શશીધરની સીબીઆઇમાં પાંચ વર્ષ માટે પસંદગી

અંતે મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ -પબ્લિક ગ્રિવન્સિસ એન્ડ પેન્શન્સ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ વિભાગના અન્ડર સેક્રેટરી દ્વારા સત્તાવાર જાહેરાત

રાજકોટ : ગુજરાતના સર્વશ્રેષ્ઠ આઇપીએસ અધિકારીઓ પૈકીના એક એવા સિનિયર આઇપીએસ અને એડિશનલ ડીજીપી કક્ષાના રાજ્યના ગુપ્તચર ( આઈબી ) વડા મનોજ શશીધર કેન્દ્ર દ્વારા સીબીઆઇમાં પસંદગી કરતો હુકમ કરવામાં આવ્યો છે તેઓનો કાર્યકાળ તેઓ ચાર્જ સાંભળે ત્યારથી પાંચ વર્ષ સુધીનો રહેશે

મનોજ શશીધરે રાજકોટ રેન્જ વડા,પંચમહાલ રેન્જ વડા,અને વડોદરાના પોલીસ કમિશનર સહિતના સ્થળે પ્રસંશનીય કામગીરી બજાવી છે ,વડાપ્રધાનની ગુજરાત મુલાકાત સમયે બંદોબસ્તનું સુકાન તેઓને જ સુપ્રત આવે છે

(8:19 pm IST)
  • નિર્ભયા કેસના દોષિત આરોપીઓ માટે નવુ ડેથ વોરંટ જાહેર થયું : તમામ આરોપીઓને હવે 1 ફેબ્રુઆરી એ સવારે 6 વાગ્યે ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવશે તેમ ન્યુઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે. access_time 5:10 pm IST

  • નિર્ભયાના દોષી મુકેશની દયા અરજી રાષ્‍ટ્રપતિએ ફગાવી access_time 12:20 pm IST

  • રાજકોટ વનડેમાં ટીમ ઇન્ડિયાનો શાનદાર વિજય : . ભારતે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 340 રન ખડક્યા હતા : ઓસ્ટ્રેલિયા 304 રનમાં ઓલઆઉટ : શિખર ધવન માત્ર ચાર રનથી પોતાની સદી ચુક્યો :કોહલીએ 76 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 78 રન ઝૂડ્યા :કે એલ રાહુલે 52 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન ફટકારી રનઆઉટ access_time 9:41 pm IST