Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

મોડાસાના બે જુદા-જુદા વિસ્તારમાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત

મોડાસા: તાલુકાના બે જુદા વિસ્તારમાં ગત બુધવારના રોજ સર્જાયેલા અકસ્માતોમાં બે બાઈક ચાલકોના મોત નીપજયા હતા.જેમાં દધાલીયાકંપા ના 48 વર્ષિય ખેડૂતનું કુડોલ-જીતપુર માર્ગે અજાણ્યા વાહનની ટક્કર થી સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજયું હતું.જયારે તાલુકાના મૂળ અમલાઈ ગામના પરંતુ માલપુર ખાતે રહેતા 45  વર્ષિય શખ્શ નું બાઈક જાલોદર નજીક સ્લીપ થતાં રોડ સાઈડે ચોકડીમાં પટકાયેલ આ શખ્શનું પણ મોત નીપજયું હતું.મોડાસા રૂરલ પોલીસે જુદાજુદા બે અકસ્માતોમાં બે ના મોત ને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 મોડાસા તાલુકાના દધાલીયાકંપા ગામે રહેતા ખેડૂત જસવંતભાઈ પટેલ ગત બુધવારની સાંજે ભિલોડા તાલુકાના અઢેરા ગામે રહેતા સાળા ડાહ્યાભાઈ પટેલને મળવા ગયા હતા.રાત્રે આઠેક વાગે જસવંતભાઈ પટેલ દધાલીયા જવા નીકળયા હતા.ત્યારે કુડોલ-જીતપુર માર્ગે પુરઝડપે હંકારાતા કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી આ બાઈક ચાલકને અકસ્માત નડયો હતો.અને પલ્સર બાઈકના ચાલક જસવંતભાઈ દિનુભાઈ પટેલ ઉ.વ.48 રહે.દધાલીયાકંપા ને માથાના ભાગે પહોંચેલ ગંભીર ઈજાઓ ના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.

(5:29 pm IST)