Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સુરતમાં દલાલ મારફતે 30.75 લાખનું કાપડ મંગાવી બે વેપારીએ 30.75 લાખ ખોટા કર્યા

સુરત: શહેરમાં દલાલ મારફતે બે વેપારીએ અગાઉ રીંગરોડ એલ.બી.એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતી પેઢીમાંથી રૃ.30.75 લાખનું કાપડ તો ખરીદયું હતું પરંતુ પેમેન્ટ ચુકવવાને બદલે ધાકધમકી આપતા હાલ ખટોદરા જીઆડીસીમાં ઓફિસ ધરાવતી પેઢીના ઉઘરાણી ક્લાર્કે બે વેપારી અને દલાલ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભાગળ નવાપુરા કરવા રોડ જૈન મંદિરની સામે ઘર નં.3/635 માં રહેતા 40 વર્ષીય વિપુલકુમાર ગટુલાલ શાહ અગાઉ રીંગરોડ એલ.બી.એપાર્ટમેન્ટ ઓફિસ નં.બી-52 માં અને હાલ ખટોદરા જીઆઇડીસી મનીલા ડાઇંગ પાસે જશ ઈન્ફીનીટી 101 માં ઓફિસ ધરાવતી કાપડની પેઢી પારુલ યાર્ન ટ્રેડર્સમાં ઉઘરાણી ક્લાર્ક તરીકે નોકરી કરે છે. પેઢીના માલિક મહાનંદાબેન ચંપકભાઈ શાહ છે. ઓફિસ વર્ષ 2017 માં જયારે એલ.બી.એપાર્ટમેન્ટમાં હતી ત્યારે વિપુલકુમારની ઓળખાણ કાપડ દલાલ ભુપેન્દ્રભાઈ આર જોશી ( રહે. બી/303, કલ્પવૃક્ષ ગાર્ડન, નક્ષત્ર હાઇટ્સની સામે, એલ.પી.સવાણી સ્કુલ પાસે, ગૌરવ પથ, પાલ, સુરત ) સાથે થઇ હતી.

(5:26 pm IST)