Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

વિરમગામ તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા કલા મહાકુંભ યોજાયો

શેઠ એમ જે હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં 107 ખેલાડીઓએ ભાગ લીધો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ: અમદાવાદ  જીલ્લાના વિરમગામ ખાતે વિરમગામ તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા કલા મહાકુંભનુ આયોજન કરવામાં આવ્યું હતું.

 વિરમગામની જાણીતી શૈક્ષણીક સંસ્થા શેઠ એમ જે હાઈસ્કૂલ ખાતે આયોજિત કલા મહાકુંભમાં 107 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કલા મહાકુંભમાં રાસ ગરબા, ભરતનાટ્યમ, લોકગીત, એક પાત્રીય અભિનય, નિબંધ, ચિત્રકલા, લોકનૃત્ય સહિતની ઇવેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

(4:30 pm IST)