Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

હજ અરજદારોએ પ્રથમ હપ્તાની રકમ ૮૧ હજાર ૧૫ ફેબ્રુઆરી સુધી ભરી દેવી

અમદાવાદ તા. ૧૭ : ગુજરાત રાજય હજ સમિતિ મારફત હજયાત્રાએ જવા માગતા જે હજ અરજદારો કન્ફર્મ થઈ ગથા છે. તેવા અરજદારોએ પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ રૂ.૮૧,૦૦૦તા.૧૬/૧/ર૦ર૦થી તા. ૧૫-૨-૨૦૨૦ સુધી ભરી દેવા અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.

હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈના પરિપત્રમાં જણાવ્યા મુજબ હજ ર૦૨૦ માટે પસંદગી પામેલા હાજીઓએ પ્રથમ હપ્તા પેટે એડવાન્સ રકમ રૂ.૮૧,૦૦૦ ભર્યા બાદ, બીજા હપ્તા પેટે પ્રથમ બેલેન્સ તફાવતની રકમ રૂ.૧,૨૦,૦૦૦ તા.૧૫/૦૩/૨૦ર૦સુધીમાં ભરવાની રહેશે, પરંતુ જે હજ યાત્રિક એડવાન્સની રકમ રૂ.૮૧,૦૦૦ તથા પ્રથમ બેલેન્સ તફાવતની રકમ રૂ.૧,૨૦,૦૦૦ એમ કુલ રૂ. ૨,૦૧ ,૦૦૦ એક સાથે ભરવા માંગતા હોય તેઓ આ રકમ એક સાથે તા.૧૫/૦૨/૨૦૨૦ સુધીમાં ભરી શકશે. આ રકમ હજ કમિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ http://hajcommittee.gov.in પર ઓનલાઈન ભરી શકાશે અથવા તજ કમિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ http://hajcommittee.gov.in પર આપેલ સ્ટેટ બંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ની એડવાન્સ,બેલેન્સ હજ એમાઉન્ટની પે-ઈન-સ્લીપ અથવા યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (યુબીઆઈ)ની પે-ઈન-સ્લીપમાં એસબીઆઈ અથવા યુબીઆઈની કોઈપણ કોર બેંકિંગ સિસ્ટમ ધરાવતી શાખામાં કેશ અથવા ચેકથી ભરી શકાશે.

ખાસ નોંધ : એસબીઆઈ અથવા યુબીઆઈની પે-ઈન-સ્લીપમાં યુનિક બેક રેફરન્સ નંબર લખવો ફરજિયાત છે, જે હજ કમિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ http://hajcommittee. gov.in પર કવર નંબર નાખી જ શકાશે.

રકમ ભર્યા બાદ જરૂરી કયા દસ્તાવેજોનો સેટ મોકલવો

હજ અરજદારોએ ઉપરોકત રકમ ભર્યા પછી નીચે મુજબ ડોકયુમેન્ટનો સેટ (ગોઠવણી સાથે) હજ હાઉસ, અમદાવાદ ખાતે તા.૧૫/૦૨/૨૦૨૦ સુધીમાં જમા કરાવવાના રહેશે.

૧. બેંક ડિટેલ્લ-ઓનલાઈન હજ ફોર્મ ભર્યા મુજબ (કેન્સલ ચેક, બેંક પાસબુકની કોપી),

૨. હજ એપ્લિકેશનના ફોર્મ (હજ કમિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ http://hajcommittee.gov.in પર ઓનલાઈન લોગિન થઈન પ્રિન્ટ આઉટ કરી જે તે અરજદાર, મેહરમ અને નોમિનીની સહી સાથે),

૩. ઓનલાઈન હજ ફોર્મમાં અપલોડ કરેલ પાસપોર્ટની કોપી , (જો પાસપોર્ટમાં આપેલ એડ્રસ સિવાયનું એડેસ હોય તો હાલના એડેસના પુરાવાની નકલ),

૪. ઓરિજિનલ પાસપોર્ટ અને વ્હાઈટ બેકગ્રાઉન્ડવાળો પાસપોર્ટ સાઈઝનો ફોટો,

પ. બેંકમાં પૈસા ભર્યાની એડવાન્સ/બેલેન્સ હજ એમાઉન્ટની પે-ઈન-સ્લીપ,

૬. મેડિકલ સર્ટીફિકેટ (હજ કમિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ http://hajcommittee.gov.in પર આપેલ ફોર્મેટ મુજબ)

(3:42 pm IST)