Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સ્ટડી ઈન ગુજરાતઃ દુબઈમાં ગુજરાતની ૧૮ યુનિવર્સિટી દ્વારા એજ્યુકેશન ફેરમાં પ્રદર્શન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અભિયાન અંતર્ગત : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટનઃ અગ્રસચિવ અંજુબેન શર્મા, નેહલ શુકલ સહિતનાની ઉપસ્થિતિ

રાજકોટઃ દુબઈ ખાતે આજે એજ્યુકેશન ફેર યોજાયો હતો. જેનુ ઉદઘાટન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યુ હતું તે સમયની તસ્વીરમાં બાજુમાં શિક્ષણના અગ્રસચિવ અંજુબેન શર્મા, કોન્સોલન્ટ જનરલ શ્રી વિપુલ નજરે પડે છે. બાજુમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પ્રતિનિધિ સિન્ડીકેટ સદસ્ય નેહલ શુકલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રતિનિધિ મેહુલ રૂપાણી નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૭ :. વાયબ્રન્ટ ગુજરાતે આજે તમામ ક્ષેત્રે રાજ્યના સિમાડા વટાવ્યા છે. દુનિયાભરમાંથી  ગુજરાતમાં શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ ઉત્સુક હોય છે. ગુજરાતની ૧૯ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોએ વિદ્યાર્થીઓની શિક્ષણની ઉત્કંઠા વધારી છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્ટડી ઈન ગુજરાત અંતર્ગત અભિયાન ચલાવ્યુ છે જેમાં વિશ્વમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા આવે. અભિયાન અંતર્ગત આજે યુએઈ માટે ગુજરાતની ૧૯ યુનિવર્સિટીએ તેના અભ્યાસક્રમોને ઉજાગર કરતા એજ્યુકેશન ફેર યોજાયો છે. જેનુ ઉદઘાટન રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ કર્યુ હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણના અગ્રસચિવ અંજુબેન શર્મા, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પ્રતિનિધિ અને વરિષ્ઠ સિન્ડીકેટ સભ્ય નેહલ શુકલ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સદસ્ય મેહુલ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટડી ઈન ગુજરાત અંતર્ગત દુબઈમાં આજે ખાસ રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાયને ગુજરાતની યુનિવર્સિટીની માહિતી મેળવી હતી.

સ્ટડી ઈન ગુજરાત અંતર્ગત પેટ્રોકેમીકલ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, ફાર્મસી, એમબીએમાં અભ્યાસ કરવા ઉત્સુકતા દર્શાવી હતી. ગુજરાતમાં બાળકોના જન્મ પહેલાથી ગર્ભસંસ્કાર માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીથી લઈ પીડીપીયુ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ટીચર યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોમાં યુએઈના વિદ્યાર્થીઓ ગુજરાત આવીને શિક્ષણ મેળવીને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશે તેવો સૂર ગુજરાતના શિક્ષણશાસ્ત્રીઓ વ્યકત કર્યો હતો.

(3:39 pm IST)