Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

તેજસ ટ્રેનનો અમદાવાદ, વડોદરા બાદ સુરતમાં પણ વિરોધ કરાયો :કાર્યકર્તાઓની અટકાયત

રેલ્વેના ખાનગીકરણને લઈને રેલ્વે યુનિયનનો દ્વારા વિરોધ કરાયો

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેજસને લીલી ઝંડી આપતા પહેલા કાલુપુર રેલવે સ્ટેશન પર સંબોધન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાત માટે સૌભાગ્યની વાત છે કે, ગુજરાતમાં દેશની બીજી ખાનગી ટ્રેન શરૂ થઈ છે. તેજસ દેશના મહત્વના બે આર્થિક શહેર અમદાવાદ અને મુબઈને જોડશે. જેથી બન્ને રાજ્ય વચ્ચે સંબંધમાં પણ સુધારો છે

 . તેમણે વધુમાં જણાવ્યુ કે, બદલાતા સમય સાથે ભારતીય રેલવેએ પણ ટ્રેનમાં સુધારા કર્યા છે. વિજયભાઈ રૂપાણીના નિવેદન પહેલા અને તે બાદ પણ તેજસ એક્સપ્રેસ ટ્રેનનો ગુજરાતના મહાનગરોમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

  રેલ્વેના ખાનગીકરણને લઈને રેલ્વે યુનિયનનો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો. જેમા રેલ્વે યુનિયને લાલ ઝંડા સાથે તેજસ ટ્રેનનો વિરોધ કર્યો. ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોય યુનિયન દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો. અને જે પણ કાર્યકર્તાઓએ તેજસ ટ્રેનનો વિરોધ કર્યો તે તમામની પોલીસે અટકાયત પણ કરી છે.

(1:02 pm IST)