Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

દક્ષિણ ગુજરાતના લાભાર્થીને જુદી જુદી સહાયનું વિતરણ

૧૦ હજારથી વધુ લાભાર્થીઓને લાભોનું વિતરણ : ૧૪૦ કરોડના લાભોનું વિતરણ : અંત્યોદય વિકાસ સાથે છેવાડાના માનવીનું હિત સરકારના હૈયે વસેલુ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

નવીદિલ્હી, તા. : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભૂમિ બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના રૂ. ૧૪૦ કરોડના લાભ-સહાયનું ઘરઆંગણે વિતરણ કરતાં અંત્યોદય વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, નયા ભારતના નિર્માણમાં લીડ લઇ રહેલું ગુજરાત છેવાડાના ગરીબ, વંચિત, વનબંધુ અને અંત્યોદયના સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહી ગરીબીમુકત, શોષણરહિત, બેકારીમુકત, ભ્રષ્ટાચાર રહિત નયા ભારતના નિર્માણમાં પણ લીડ લેવાનું છે. મુખ્યમંત્રીએ સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લાના આદિજાતિ લાભાર્થીઓને હળપતિ આવાસ યોજનાના મંજૂરી પ્રમાણપત્રો, આવાસની ચાવી, રસ્તા અને વીજળીના કામોના મંજૂરીપત્રો તથા આજિવીકા યોજના અન્વયે સાધન-સહાય અને ગંગાસ્વરૂપા પેન્શનના લાભાર્થી બહેનોને પેન્શન મંજૂરીપત્રો એમ પાયાની સુવિધાના લાભ વિતરણ કર્યા હતા

          મુખ્યમંત્રીએ કહ્યું કે, ''સબ સમાજકો લિયે સાથમે આગે હૈ બઢતે જાના''ના સેવામંત્ર સાથે ગુજરાતની વર્તમાન સરકાર પારદર્શીતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતાના આધાર પર ગુજરાતના સર્વાંગી, સાતત્યપૂર્ણ વિકાસમાં સૌ સહભાગી બને, દરેકને સરકારની યોજનાઓના સુપેરે લાભ મળે તેવા સમાજહિત ભાવથી કર્તવ્યરત છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતે ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેકના ધ્યેયને સાકાર કરીને ભારતના રાજ્યોમાં વિકાસ રોલ મોડેલનું સ્થાન મેળવ્યું છે. હવે, અન્ય દેશો-દુનિયાના રાષ્ટ્રો સાથે બરોબરી કરવા આપણે કટિબદ્ધ છીયે એમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર પ્રો એકટીવ-પ્રો પીપલ અભિગમથી રોજ એક નવા જનહિતકારી નિર્ણય સાથે વ્યથાને વ્યવસ્થામાં પલ્ટી રહી છે તેની ભૂમિકા આપી હતી. વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, અનિર્ણાયકતા વિકાસને રૃંધે છે તેથી સરકાર સંવેદના સાથે ત્વરિત નિર્ણય લેનારી રૂજુહ્વદયી સરકાર બની અનેક લોકહિત નિર્ણયો લઇ રહી છે.

             હળપતિ સમાજના સમુચિત વિકાસ માટે બધી વ્ય વસ્થો પ્રાપ્ત્ થાય માટે ઘરનું ઘર હોય, બધાને સહાયતા મળે તે હેતુથી સરકાર વિવિધ યોજનાઓ લઇને આવી છે. માળખાકીય સવલતો સાથે આવાસની અનેક યોજનાઓ લોકો સુધી પહોંચી છે. ૨૦૨૨ સુધીમાં સૌને ઘર મળે દિશા નિશ્વિત કરી છે. ગંગા સ્વકરૂપા સહાયતા યોજના અંતર્ગત વિધવા માતા-બહેન જીવીત હોય ત્યાં સુધી પેન્શ મળે તેવી વ્ય?વસ્થાત સરકારે કરી છે. ગંગા સ્વબરૂપા આર્થિક સહાય નોધારાનો આધાર બને તે માટે રાજય સરકાર કટિબદ્વ છે. યોજનામાં સંતાન પુખ્તવયનું થાય ત્યાં સુધી પેન્શન મળતું તે બાધ દૂર કરી આજિવન પેન્શન અપાશે એમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ બે દાયકામાં સર્વાંગી વિકાસના કામો આદિવાસી ક્ષેત્રમાં થયા છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી. સાગરખેડૂઓને પોતાના વ્યીવસાયમાં ઉન્નતિ લાવે, ખેડૂતો માટે યોજના જગતનો તાત પોતે સુખી અને બીજાને સુખી કરે, હર હાથકો કામ હર ખેત કો પાની, કોઇ બેરોજગાર હોય એવી વ્યેવસ્થાનનો વિચાર સરકારે કર્યો છે. મહિલાઓ સ્?વાવલંબી એની ચિંતા સરકારે કરી છે તેમ તેમણે કહ્યું હતું.

(9:13 pm IST)