Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ગુજરાતમાં ભાજપને 40 કરોડ અને કોંગ્રેસને 4 કરોડનું ડોનેશન મળ્યું

કેડિલાએ 3,50 કરોડ,એલેમ્બિકે છ કરોડ,નિરમાએ 4 કરોડ અને હેપ્પી હોમ ગ્રુપે ચાર કરોડનું ડોનેશન આપ્યું :એડીઆર

 

અમદાવાદ :નાણાંકિય વર્ષ 2017-18 દરમિયાન ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને  40 કરોડ અને કોંગ્રેસને 4 કરોડનું ડોનેશન મળ્યું છે એડીઆરના રિપોર્ટ મુજબ કેડિલા ફાર્માસ્યુટિકલે 3.50 કરોડનું અને એલેમ્બીક ફાર્માસ્યુટીકલે કુલ કરોડ રૂપિયાનું ડોનેશન અધિકૃત રીતે અનુક્રમે કેનેરા અને એચડીએફસી બેંક દ્વારા ચૂકવ્યું છે,

  જયારે નિરમા દ્વારા રૂપિયા ચાર કરોડનું ડોનેશન ચૂકવવામાં આવ્યું છે. સુરતના હેપ્પી હોમ ગ્રૂપ દ્વારા કુલ સાડા ચાર કરોડનું ડોનેશન ચૂકવવામાં આવ્યું છે, આમ  બેંક ખાતામાં ચેક કે ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા  રકમ ચુકવવામાં આવી છે.

   ભાજપને ગુજરાતમાંથી કુલ રૂ. ૪૦ કરોડનું ડોનેશન પ્રાપ્ત થયું છે જયારે સામા પક્ષે કોંગ્રેસને ચાર કરોડ રૂપિયાનું ડોનેશન  પ્રાપ્ત થયું છે. કોંગ્રેસને ગુજરાતમાં બે ચાર ઉદ્યોગોને બાદ કરતા પાર્ટીના કાર્યકરો દ્વારા ડોનેશન આપવામાં આવ્યું છે.

  બ્રિજ બનાવવાના મોટા મોટા કોન્ટ્રાક્ટ મેળવનાર રાજકમલ બિલ્ડર્સ દ્વારા દોઢ કરોડનું દાન ચૂકવાયું છે. જ્યારે પવન બકેરી દ્વારા રૂપિયા 50 લાખનું દાન ચૂકવાયું છે, સન બિલ્ડર્સના એન.કે.પટેલ દ્વારા રૂ.50 લાખની રકમ ચૂકવાઈ છે. આમ ભાજપ દ્વારા ગુજરાતમાંથી રૂપિયા 21 હજારથી લઈને રૂપિયા કરોડ સુધીનું ડોનેશન લઈને કુલ્લે 44 કરોડથી વધુ રકમ દાન હેઠળ મેળવવામાં આવી છે, જ્યારે સમગ્ર દેશમાંથી ભાજપે 437 કરોડનું દાન મેળવ્યું છે

(12:27 am IST)