Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

આઠ સિઝનમાં ૭૬૫૧૨ પ્રોજેક્ટના માટે એમઓયુ

૧૭ લાખથી વધુને નોકરીની તકો : રિવ્યુ રિપોર્ટ : મંચ ઉપરથી કરાતી જાહેરાતોને લઇને હંમેશા દુવિધાઓ

અમદાવાદ, તા. ૧૭ : ગુજરાતમાં દર બે વર્ષે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવે છે. આને લઇને પહેલાથી જ તૈયારી કરવામાં આવે છે. રાજ્યમાં હજુ સુધી વર્તમાન સમિટ પહેલા નવ સમિટ યોજાઈ ચુકી છે. જાહેરાતોના સરવાળા મુજબ અનેક કરારો આમા થયા છે. જો કે, હજુ સુધી સ્પષ્ટ આંકડા સપાટી ઉપર આવ્યા નથી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આના આંકડાઓને લઇને પણ ચર્ચા રહી છે. રોજગારીના આંકડા, ડ્રોપ થયેલા પ્રોજેક્ટો, અમલીકરણ હેઠળના પ્રોજેક્ટ ઉપર પણ ચર્ચા થઇ ચુકી છે. રાજ્યમાં હજુ સુધીના પ્રોજેક્ટમાં માત્ર ૧૧ લાખ કરોડની આસપાસનું રોકાણ થયું હોવાની પણ ચર્ચા છે. સરકારના સોશિયો-ઇકોનોમિક રિવ્યુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૦૩થી ૨૦૧૭ સુધી કુલ આઠ સિઝનમાં ૭૬૫૧૨ પ્રોજેક્ટો માટે એમઓયુ થયા હતા. ૫૦૦૦૦ પ્રોજેક્ટોમાં કામ થયું હતું. ૧૭ લાખ લોકોને નોકરી આ પ્રોજેક્ટ દ્વારા મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. મંચ પરથી મોટી જાહેરાતો થાય છે પરંતુ કેટલાક લોકોની એવી ફરિયાદ પણ છે કે, યોગ્ય મોનિટરિંગ કરાતું નથી. આંકડાઓ હંમેશા સસ્પેન્સમાં જ રહે છે.

 

(10:56 pm IST)