Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

નડિયાદમાં તસ્કરોનો તરખાટ: છાશવારે ચોરીના બનાવમાં વધારો થતા પોલીસની ઊંઘ હરામ થઇ

ખેડા: જિલ્લાના મુખ્ય નડિયાદ શહેરમાં પોલીસ અધિકારી ઉપરાંત કલેક્ટરની કચેરી આવેલી છે. આમ છતાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોવાના બનાવો છાશવારે બનતા હોય છે. તાજેતરમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી ચોરીના બનાવો વધતા જાગૃત નાગરિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ગુનાખોરીને ડામવા તેમજ ગુનાખોર તત્વોને ઝડપી પાડવામાં સરળતા રહે તે માટે સીસીટીવી નાખવામાં આવી રહ્યા છે. આમ છતાં ચોરીના બનાવો ઘટવાને બદલે વધી રહ્યા છે. નડિયાદ શહેરમાં એક જ રાતમાં તસ્કરો નડિયાદના હાર્દસમા ડભાણ રોડ તેમજ કોલેજ રોડ વિસ્તારના મકાનોને નિશાન બનાવતા નગરજનોમાં જાન-માલની સલામતીને લઈ ચિંતા વ્યાપી છે. 

(5:14 pm IST)