Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

પેટલાદના બાંધણીમાં લગ્નમંડપમાં લાઈટ જવાનો લાભ લઇ તસ્કરોએ લાખોની મતા ભરેલ બેગ સેરવી લીધી

પેટલાદ: તાલુકાના બાંધણી ગામની ચોકડી પાસે આવેલી હરિમંડપવાડીમાં આજે મોડી સાંજના સુમારે યોજાયેલા એક લગ્નસમારોહ દરમ્યાન લાઈટ જતાની સાથે જ તસ્કરો ડોલર અને ૪૦ થી ૫૦ તોલા સોનાના દાગીના ભરેલી બેગ તેમજ રીસેપ્શનના કવરોની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ મહેળાવ પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ચોરી પાછળ કોઈ જાણભેદુનો જ હાથ હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે. 

મળતી વિગતો અનુસાર દંતાલી ગામે રહેતા પ્રતિકકુમાર ચંદુભાઈ પટેલની સાળીનું આજે બાંધણી ચોકડી પાસે આવેલી હરિમંડપવાડીમાં લગ્ન યોજાયું હતુ. સાંજના પોણા આઠેક વાગ્યાના સુમારે એકાએક લાઈટ ગઈ હતી એ સાથે જ ડોલર તેમજ ૪૦ થી ૫૦ તોલા ભરેલી બેગ અને રીસેપ્શનના આવેલા કવરો કોઈ ચોરી કરીને ફરાર થઈ ગયું હતુ. 

લાઈટ આવ્યા બાદ બેગ ગાયબ થયેલી જોતાં જ પ્રતિકકુમાર તેમજ તેમના પરિવારજનોએ તપાસ હાથ ઘરી હતી પરંતુ બેગ મળી આવી નહોતી. દરમ્યાન સમગ્ર ઘટનાની જાણ મહેળાવ પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હરિમંડપવાડીના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ઘરી છે.

(5:14 pm IST)