Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

સુરતમાં એસઆરપીના રાઇફલનું મેગેજીન 20 કારતુસ સાથે ગૂમ થઇ જતા તપાસ શરૂ

સુરત: શહેરમાં સેક્ટર-૨ સ્ટ્રાઇકીંગ સ્કવોડમાં ફરજ બજાવતા એસઆરપી જવાનની ઈન્સાસ રાઇફલનુ ૨૦ કારતૂસ સાથેનું મેગઝીન ચાર દિવસ અગાઉ રસ્તામાં ક્યાંક પડી ગયું હોવાની જાણવા જોગ ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાઈ છે. જોકે , એસઆરપી જવાન આદર્શ પછાત વસાહતમાં દારૂ પીવા ગયો હતો ત્યારે મેગઝીન ભૂલી આવ્યો હોવાની ચર્ચા છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એસઆરપી ગ્રૂપ ૨ અમદાવાદનો પોલીસ જવાન જીતેન્દ્ર શંકર નામદાસ સેક્ટર ૨ ની સ્ટ્રાઇકીંગ સ્કવોડમાં ફરજ બજાવે છે.જીતેન્દ્ર ઉમરા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાવી છે કે ગત ૧૨મી ના રોજ સવારે સાડા નવ વાગ્યે પોલીસ કમિશ્નર કચેરીથી તે એમટી સેક્શન ગયો અને ત્યાંથી મહિધરપુરા પોલીસ લાઈન ગયો તે દરમ્યાન અઢી વાગ્યા સુધીમાં તેની ઈન્સાસ રાઈફલની ૨૦ કારતૂસ સાથેની મેગઝીન રસ્તામાં ક્યાંક પડી ગઈ હતી. અત્યાધુનિક રાઇફલની મેગઝીન પડી જતા ઉમરા પોલીસે તે અંગે તપાસ શરૂ કરી છે.

(5:09 pm IST)