Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

મુંબઈની કેમિકલ કંપનીમાંથી 16.75 લાખનું કેમિકલ મંગાવી પેમેન્ટ ન ચુકવનાર રણોલીના ત્રણ માલિક વિરુદ્ધ ફરિયાદ

વડોદરા:મુંબઈની કેમિકલ કંપનીમાંથી રૃપિયા ૧૬.૭૫ લાખનું બીટાબલ્યુ પીગમેન્ટસ મંગાવી પેમેન્ટ નહીં ચૂકવનાર રણોલીના ત્રણ કંપની માલિકો સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે, મુંબઈ અંધેરી ઈસ્ટમાં રહેતા રાઘવેન્દ્ર શેરંગરની મુંબઈમાં જ આઈરીસ કલર એન્ડ પોલીમયર્સ નામની કંપની છે. જે કંપનીમાં બીટાબ્લ્યુ પીગમેન્ટસ નામના કેમિકલનું પ્રોડકશન થાય છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં આ કંપનીમાં કામ કરતા વૈભવ પાટીલ પર અમદાવાદના જીજ્ઞોશ પ્રજાપતિ (મેસર્સ કેન ઈન્ડિયા પીગમેન્ટ) એ સંપર્ક કર્યો હતો. અને ત્યારબાદ જીજ્ઞોશના રેફરન્સથી અભય નાણાંવટીએ પોતે સેમ્પલેક્ષ પોલીપ્લાસ્ટ ઈન્ડસ્ટ્રીઝમાં પરચેઝ મેનેજર હોવાનું જણાવી કેમિકલ માટે વાતચીત કરી હતી. અને પોતાની ઓફિસ રણોલી ધવલ ટોકિઝ પાસે હોવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ અભય નાણાંવટીએ રૃપિયા ૧૬.૭૫ લાખની કિંમતનો બીટાબ્લ્યુ પીગમેન્ટ્સ મંગાવ્યો હતો. અને તેની સામે આપેલા ચેક પરત ફર્યા હતા. 

(5:08 pm IST)