Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

હજ ર૦૧૯ માટે પસંદ થયેલા હજયાત્રિકોને ભરવા પાત્ર રકમની અંતિમ તારીખ જાહેર

હજયાત્રીઓએ પ્રથમ હપ્તાની રકમ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો હજ હાઉસમાં જમા કરાવવા

અમદાવાદ તા. ૧૭ : ગુજરાત રાજય હજ સમિતિ મારફત હજયાત્રાએ જનારા અને હજ ર૦૧૯ માટે પસંદગી પામેલા હજયાત્રીઓને પ્રથમ હપ્તા સહિત ભરવાની થતી રકમ ભરવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે. રકમ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો કાલુપુર હજ હાઉસ ખાતે જમા કરાવવાના રહેશે.

હજ કમીટી ઓફ ઇન્ડિયા, મુંબઇના જણાવ્યા મુજબ હજ-ર૦૧૯ માટે પસંદગી પામેલા હાજીઓને પ્રથમ હપ્તાની રકમ પેટેરૂ.૮૧૦૦૦/- (એડવાન્સ રકમ) તા.૧૮/૦૧/ર૦૧૯ થી ૦પ/૦ર/ર૦૧૯ સુધીમાં ભરવાની રહેશે. જયારે બીજા હપ્તા પેટે પ્રથમ બેલેન્સ તફાવતની રકમ રૂ. ૧,ર૦,૦૦૦/- તા.ર૦/૦૩/ર૦૧૯ સુધીમાં ભરવાની રહેશે.

પરંતુ જે હજ યાત્રિ એડવાન્સની રકમ રૂ.૮૧,૦૦૦/- તથા પ્રથમ બેલેન્સ તફાવતની રકમ રૂ.૧,ર૦,૦૦૦/- એમ કુલ રૂ. ર૦૧૦૦૦/- એક સાથે ભરવા માંગતા હોય તેઓએ આ રકમ તા.૦પ/૦ર/ર૦૧૯ સુધીમાં ભરવાની રહેશે.

આ રકમ હજ કમીટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ  http:// hajcommittee. gov.in પર ઓનલાઇન ભરી શકાશે. અથવા હજ કમીટી ઓફ ઇન્ડિયાના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના એકાઉન્ટ નંબર 32175020010 FEE TYPE-25 અથવા હજ કમીટી ઓફ ઇન્ડિયાના યુનીયન બેંક ઓફ ઇન્ડિયા (UBI) ના એકાઉન્ટ નંબર 31870210406009 (Hai Account) માં કેશ અથવા ચેકથી ભરી શકાશે. દરેક હજ યાત્રીકોએ તેઓના કવર નંબર પ્રમાણે યુનિક બેંક રેફરન્સ નંબર આપવામાં આવશે. જે બેંકની પે-સ્લીપ પર લખવો ફરજિયાત છે. ઉપરોકત રકમ ભર્યા પછી નીચે મુજબના ડોકયુમેન્ટ હજ હાઉસ, અમદાવાદ ખાતે તા.૦પ/૦ર/ર૦૧૯ સુધીમાં જમા કરાવવાના રહેેશે.

(૧) બેંકની પે-સ્લીપ (ર) મેડિકલ સર્ટીફીકેટ (હજ કમીટીના ફોર્મેટ પ્રમાણે) ચેસ્ટ એકસ-રે રિપોર્ટ, CBC રિપોર્ટ.

(૩) ઓરીજનલ પાસપોર્ટ, (૪) પાસપોર્ટ સાઇઝ ફોટો (વ્હાઇટ બેક ગ્રાઉન્ડવાળો)

(3:36 pm IST)