Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

વાત્રક નદીમાંથી મળેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો :મિત્રએ ધકો મારતા માથામાં ગંભીર ઇજાથી મૃત્યુ :ડરના કારણે લાશ નદીમાં ફેંકી દીધી

મિત્રો સાથે ઈંડા ખાવા ગયાને બિલ ચૂકવવા બાબતે થેયલી બોલાચાલી જીવલેણ બની

અરવલ્લી,:બાયડની વાત્રક નદીમાંથી મળેલ મૃતદેહ મામલે પોલીસે ભેદ ઉકેલ્યો છે પોલીસે ફરિયાદના આધારે જુદા જુદા શકમંદોની તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો અને મૃતકની હત્યા તેના મિત્રો એ જ કરી હોવાનું બહાર આવ્યું છે.

  પોલીસે આ દિશામાં સઘન તપાસ શરૂ કરી હતી. ઉત્તરાયણના દિવસે વિક્રમ ખાંટ તેના મિત્રો સાથે સાંજના સમયે બાયડ ખાતે ઈંડા ખાવા માટે ગયો હતો અને ત્યાં બિલ ચૂકવવા બાબતે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી.

 આ બોલાચાલી તેના માટે જીવલેણ બની હતી આ જ બાબતે ઘરે જતા રસ્તામાં બોલાચાલી સાથે મિત્રએ ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ તેના મિત્રએ વિક્રમને ધક્કો મારતાં તે નીચે પટકાયો હતો .

નીચે પડી જવાના કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે વિક્રમનું ઘટના સ્થળે જ મોત નિપજતા તેના મિત્રો ડરી ગયા હતા અને ડર ના કારણે વિક્રમની લાશ નદીમાં ફેંકી દીધી હતી.

પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીઓ કાળાભાઈ બુધાભાઈ પરમાર, ઉમેશભાઈ અમૃતભાઈ ઝાલા, ગુલાબભાઈ બેચરભાઈ ખાંટ અને ભલાભાઈને જેલ હવાલે કર્યા છે.

(2:03 pm IST)