Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

કરજણના હળદરવા ગામના પાટિયા પાસે અજાણ્યા વાહનની ઠોકરે એકનું મોત

ફાઉંટેન હોટલ પાસે અકસ્માત ;અજાણ્યા વાહનચાલકની શોધખોળ

વડોદરા :પાલેજ નેશનલ હાઇવે નંબર ૪૮ પર કરજણ તાલુકાના હલદરવા ગામના પાટીયા અને ફાઉન્ટેન હોટલ વચ્ચે અજાણ્યા વાહનની અડફેટે આવતા એકનું મોત નીપજયું હતું.

   મળતી વિગત મુજબ નેશનલ  હાઇવે પર પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા ગામના પાટીયા અને ફાઉન્ટેન હોટલ વચ્ચે ગતરાત્રીના કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે  હંકારી એક અજાણ્યા ઇસમને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું

  . ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:24 pm IST)