Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

અમદાવાદના મોટેરા રોડ પર કાર ડિવાઈડર કુદાવી ઓટલા પર બેસેલા બે વૃધ્ધ મહિલાને હડફેટે લેતા એકનું મોત

બળદેવનાગની ચાલીમાં રહેતા વૃદ્ધ મહિલાને ઠોકરે ચડાવનાર શિખાઉ કાર ચાલાક કલ્પેશ શાહ ઝડપાયો તેનો સાથીદાર નાશી છૂટ્યો

 

અમદાવાદ ;અમદવાડાના મોટેરા રોડ પર પુરપાટ ઝડપે આવેલી કારે બે વૃદ્ધ મહિલાને હડફેટે લેતા એક મહિલાનું મોત નીપજ્યું છે જયારે અન્ય એક મહિલા વૃદ્ધને ઇજા પહોંચી છે અકસ્માત સર્જીને કાર ચાલાક ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ તેને ઝડપી લીડઘૉ હતો જયારે તેનો સાથીદાર નાશી ગયો હતો

અંગેની જાણવા મળતી વિગત મુજબ મોટેરા રોડ ઉપર બળદેવનગરની ચાલીમાં રહેતી બે વૃદ્ધ મહિલા ઉપર ચાલકે કાર ચઢાવી દેતા એકનું મોત નિપજયું છે પૂરઝડપે આવેલી કાર ડિવાઈડર કૂદી ઓટલા પર બેસેલી બે મહિલાઓને અડફેટે લઈ ઘરની દિવાલ અને સંડાસ તોડી નાખ્યા હતા. કાર નીચે ફસાયેલી બંને મહિલાઓને કાર ઉંચી કરી બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયારે અકસ્માત સર્જનાર કાર ચાલક લોકોના હાથે ઝડપાઈ ગયો હતો અને તેનો સાથીદાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સાબરમતી પોલીસે કલ્પેશ વસંતભાઈ શાહ સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

  સવારે અગિયારેક વાગે ધનજીભાઈ ગગજીભાઈ રાઠોડ (. ૭૦ રહે. બળદેવનગરની ચાલી, અંબિક હાર્ડવેરની દુકાન પાસે, મોટેરા રોડ) પત્ની શાંતાબહેન અને પાડોશમાં રહેતા રતનબહેન વાલજીભાઈ રાઠોડ (.૬૦) સાથે ઘરની બહાર ઓટલા ઉપર બેઠા હતા. જે સમયે જુની .એન.જી.સી. રોડ તરફથી પૂરઝડપે આવતી એક કારે ડિવાઈડર કૂદાવી ફૂટપાથ પર ચઢયા બાદ ઓટલા પર બેસેલી બંને મહિલાઓને અડફેટમાં લીધી હતી. બંને મહિલાઓને અડફેટમાં લીધા બાદ બેકાબૂ કાર સંડાસ તેમજ ઘરની દિવાલ તોડીને અટકી હતી કારે સર્જેલા અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને કાર નીચે ફસાયેલા શાંતાબહેન અને રતનબહેનને બહાર કાઢયા હતા.

અકસ્માત સર્જનારી કારમાંથી બે શખ્સો ઉતરતા તેમને પકડી લેવાયા હતા, પરંતુ એક શખ્સ ધનજીભાઈ રાઠોડનો હાથ છોડાવી નાસી ગયો હતો. જયારે કાર ચલાવનાર કલ્પેશ વસંતભાઈ શાહ (.૪૪ રહે. રાજ રાજેન્દ્ર વિહાર, અશોક વિહારની અંદર, ગાંધીનગર હાઈ-વે પાસે, ચાંદખેડા) પકડાઈ ગયો હતો.

કારની અડફેટમાં આવેલી બંને ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાઓ પૈકી શાંતાબહેનને સિવિલ હોસ્પિટલમાં અને રતનબહેનને વી.એસ.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

સારવાર દરમિયાન ગંભીર રીતે ઘાયલ શાંતાબહેનનું મોત નિપજયું હતું. સાબરમતી પોલીસે ધનજીભાઈ રાઠોડની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી કલ્પેશ શાહ અન્ય વ્યક્તિની મદદથી કાર શિખી રહ્યો હતો ત્યારે કાબૂ ગૂમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે કાર શિખવાડનાર શખ્સની વિગતો મેળવી તેની પૂછપરછ કરશે

(1:05 am IST)