Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

થરાદના દિદરડા ગામે ખેતરમાં સુતેલા યુવકની છરીના ઘા ઝીકી હત્યા

અજાણ્યા શખ્શોએ હત્યા કરીને ગળે દોરડું બાંધી જમીન પર ઢસડી વીજ થાંભલા સાથે બાંધીને ફરાર

થરાદ તાલુકાના દિદરડા ગામે કોઈ અજાણ્યા ઈસમે ખેતરમાં સૂઈ રહેલ યુવકને મોઢા તેમજ છાતીના ભાગે છરીના ઘા ઝીકી હત્યા કરી મોતને ઘાટ ઉતારી ગળે દોરડુ બાંધી જમીન પર ઘસેડી વિજ થાંભલા સાથે બાંધી મુકી ફરાર થઈ જતાં તેની જાણ મૃતકના પિતાને થતાં પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હત્યાનો ગુનો ઉકેલવા એફએસએલની મદદ લઈ મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અજાણ્યા ઈસમ વિરૃધ્ધ હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ સમગ્ર પંથકમાં થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

(12:06 am IST)