Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રાજ્યના 19 મંત્રીઓની જિલ્લા પ્રભારી તરીકે નિમણુંક :વહીવટી તંત્ર પર રાખશે દેખરેખ

નીતિનભાઈ પટેલને વડોદરા અને ખેડા ;આર.સી.ફળદુને અમદાવાદ અને અમરેલી:ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રાજકોટ અને ભાવનગર અને સૌરભ પટેલને જામનગર અને મોરબી જિલ્લા સોંપાયા

ગાંધીનગરઃ રાજ્યના 19 મંત્રીઓને જિલ્લા પ્રભારી તરીકે નિમણુંક કરાઈ છે રાજ્ય સરકારે મંત્રીઓની જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂંક કરી છે જે જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટને લઇ નિમણૂંક કરવામાં આવી છે. નિમણૂંક કરાયેલ મંત્રીઓ જિલ્લાના વહીવટ તંત્ર પર પ્રભારી મંત્રીઓ દેખરેખ રાખશે.

  જિલ્લા પ્રભારીની યાદી મુજબ નીતિન પટેલને વડોદરા અને ખેડા જિલ્લાના પ્રભારી બનાવાયા છે. આર.સી.ફળદુને અમદાવાદ અને અમરેલી જિલ્લા સોંપાયા છે ભુપેન્દ્રસિંહ ચુડાસમારાજકોટ અને ભાવનગર જિલ્લાના પ્રભારી અને કૌશિક પટેલ સુરત અને તાપી જિલ્લા તંત્રની દેખરેખ કરશે. સૌરભ પટેલને જામનગર અને મોરબી જિલ્લા સોંપાયા છે.

ગણપત વસાવાને નવસારી અને દાહોદ જિલ્લાના પ્રભારી બનાવાયા છે. જયેશ રાદડિયાને જુનાગઢ અને મોરબી જિલ્લા સોંપાયા છે. દિલીપકુમાર ઠાકોર કચ્છ વહીવટ તંત્રની દેખરેખ રાખશે. ઇશ્વર પરમારને બનાસકાંઠા જિલ્લો સોંપાયો છે. પ્રદીપસિંહ જાડેજાને ભરૂચ અને પંચમહાલ જિલ્લાના પ્રભારી બનાવાયા છે.

રાજ્ય સરકારે 19 મંત્રીઓની જિલ્લાના પ્રભારી તરીકે કરી છે જે નીચે મુજબ છે

નીતિન પટેલને વડોદરા ખેડા

આર સી ફળદુને અમદાવાદ અમરેલી

ભુંપેન્દ્ર ચુડાસમાને રાજકોટ ભાવનગર 

કૌશિક પટેલને સુરત વાપી

સૌરભ પટેલને જામનગર મોરબી

ગણપત વસાવાને દાહોદ નવસારી

જયેશ રાદડિયાને જુનાગઢ અને ગીર સોમનાથ

દિલીપ ઠાકોરને કચ્છ

ઈશ્વર પરમારને બનાસકાંઠા

પ્રદીપ સિંહ જાડેજાને  ભરૂચ પંચમહાલની જવાબદારી સોંપાઈ.

પરબત પટેલ ને સાબરકાંઠા ગાંધીનગર

પરસોત્તમ સોલંકીને સહપ્રભારી સુરેન્દ્ર નગર

બચુ ખબાડને  નર્મદા છોટા ઉદેપુર

જયદ્રથ સિંઘને આંનદ અને મહિસાગર

ઈશ્વર પટેલને સુરેન્દ્ર નગર અને બોટાદ

વાસણ આહીરને પાટણ દેવભૂમિ દ્વારકા

વિભાવરીબેન દવેને મહેસાણા

રમન પટકારને અરવલ્લી ડાંગ

કિશોર કાનાણીને વલસાડ અને પોરબંદર જિલ્લાની જવાબદારી સોંપાઈ

(12:27 am IST)