Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વડોદરાના મ્યુનિ,કમિશનર રાવ ગોલ્ડમેન:તેમના વિરુદ્ધના રિપોર્ટની સરકાર સમક્ષ માંગણી કરતા ધારાસભ્ય યોગેશ પટેલ

આવાસ યોજનાના કૌભાંડના વિવાદનો મધપૂડો ફરી છંછેડાયો :વિનોદ રાવ ગોલ્ડ સ્વરૂપે લાંચ લેતા હોવાનો ગંભીર આક્ષેપ

 

વડોડરા :વડોદરાના આવાસ યોજનાના નામે કૌભાંડ કરાયાના મામલે માંજલપુરના ધારાસભ્યં યોગેશ પટેલે મ્યુનિ।કમિશનર સામે ચોંકાવનારા આરોપ મુક્યા છે અને મ્યુનિ કમિશનરને ગોલ્ડમેન ગણાવી તેમના વિરુદ્ધના રિપોર્ટની સરકાર સમક્ષ માંગણી મૂકી છે પ્રધાનમંત્રી આવાસ યોજના નામે  2 હજાર કરોડનું કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપો શહેરના મેયર ભરત ડાંગર અને માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પર કરવામાં આવ્યાં છે. જેના સંદર્ભે  ધારાસભ્ય યોગેશ પટેલે ફરીવાર પત્રકાર પરિષદનુ આયોજન કરી મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવને ગોલ્ડમેન ગણાવી દીધા હતા. અને તેમના વિરુદ્ધ થયેલી ફરીયાદ અંગેના રિપોર્ટની સરકાર સમક્ષ માગણી કરી હતી

   અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના વારસીયા વિસ્તારમા આવેલા સંજય નગર સ્થિત 1.45 લાખ ચોરસ ફુટ જગ્યામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બાંધવાનો  2 હજાર કૌભાંડમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અને શહેરના મેયર ભરત ડાંગરનુ નામ ઉછળતા રાજકારણ ગરમાયુ હતું. જોકે ધારાસભ્ય યોગેશ પટેલનુ નામ કૌભાંડમાં ઉછળતા થોડા દિવસો પહેલા એક પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં તેમણે મ્યુનિસિપલ કમિશનર ડો. વિનોદ રાવ પર આક્ષેપો કર્યા હતા અને જ્યારે તેઓ શહેરના કલેક્ટર હતા ત્યારે તેઓ સોનાના બિસ્કિટ લેતા હતા અને અનેક લોકોની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ કર્યા હતાં.

   સમગ્ર મામલે એક તપાસ સમિતિની રચના મુખ્યમંત્રી દ્વારા કરવામા આવી છે. તપાસ સમિતિ દ્વારા એક અઠવાડીયામાં રિપોર્ટ સબમિટ કરવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. ત્યારે ફરી એક વખત માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે વધુ એક પત્રકાર પરિષદનુ આયોજન કરી આજે ફરી એક વખત મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવ પર આક્ષેપો કરતા જણાવ્યુ હતુ કે, વિનોદ રાવ જ્યારે જિલ્લા કલેક્ટર હતા ત્યારે ગોલ્ડ સ્વરૂપે લીધેલી લાંચના મામલે તેમના વિરૂદ્ધ ફરીયાદ થઇ હતી. તપાસના આદેશ પણ આપવામા આવ્યાં હતા. જો ખરેખર મામલે તપાસ કરવામાં આવી છે, તો સરકાર પાસે રિપોર્ટની માગ કરુ છું.

 

 

(11:33 pm IST)