Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સુરતના ચોકબજારની મોબાઈલ માર્કેટમાં પોલીસનું સઘન ચેકીંગ :ઉચ્ચ અધીકારીઓ પણ જોડાયા :અમુક મોબાઈલ પોલીસ લઇ ગયાની ચર્ચા :અનેક તર્કવિતર્ક

જનતા માર્કેટમાં આગાઉ પોલીસ પર થયેલ હુમલાને કારણે પોલીસનો મોટો કાફલો ઉતારાયો

સુરતઃ શહેરના ચોકબજાર ખાતે આવેલી જનતા માર્કેટમાં જૂના મોબાઈલની લે વેચ કરતી મોબાઈલ માર્કેટમાંપોલીસે મોટાપાયે ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની તપાસ કાર્યવાહીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતાં.

  દરમિયાન પોલીસના દરોડા કાર્યવાહીમાં પોલીસ અમુક મોબાઈલ સાથે લઈ ગઈ હોવાની ભારે ચર્ચા જાગી છે જોકે પોલીસે હજુ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી પોલીસ મોબાઈલ માર્કેટમાં પોલીસની તપાસમાં કઈ વાંધાજનક મળ્યું કે કેમ તે અંગે હાલમાં કોઈ જાણકારી મળી નથી આ કાર્યવાહીમાં ડીસીબી પીઆઈ પણ હાજર રહ્યાં હતા

   અત્રે ઉલ્લેખનીય છે કે જનતા માર્કેટમાં અગાઉ પોલીસ પર થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને આ વખતે મોટો કાફલો ઉતારવામાં આવ્યો હતો. જૂના મોબાઈલની લે વેચ અને ચોરીના મોબાઈલ જનતા માર્કેટમાં આવતાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

(7:52 pm IST)