Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

અંકલેશ્વરના અન્સાર માર્કેટ પાછળ પાંચ જેટલા ભંગારના ગોડાઉન આગ ભભૂકી

કેમિકલયુકત પ્લાસટીકની બેગ તથા ડ્રમમાં આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટે ગોટા

અંકલેશ્વરના અન્સાર માર્કેટ પાછળ આવેલ પાંચ  જેટલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી ભંગારના ગોડાઉનમાં કેમિકલયુકત પ્લાસટીકની બેગ તથા ડ્રમમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટે ગોટા દુર સુધી દેખાયા હતાં.આગની જાણ થતા ફાયરબ્રિગેડની ગાડીઓ દોડી ગઈ હતી અને અંદાજે એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

   નેશનલ હાઇવે નંબર 8 પર આવેલ અન્સાર માર્કેટ પાછળ આવેલ ભંગાર ગોડાઉન આગ લાગી હતી જે એક પછી એક આજુબાજુ 4 જેટલા ગોડાઉનમાં ફેલાઇ હતી. આગમાં કેમિકલ યુક્ત બેગ તેમજ ડર્મમાં ભસ્મીભૂત થઇ ગયા હતા 

(7:51 pm IST)