Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

મદદના બહાને સુરતમાં બે ગઠિયાએ એટીએમ કાર્ડ બદલી 80 હજાર રૂપિયા ચાઉં કર્યા

સુરત:વતનમાં લગ્નમાં હાજરી  આપવા એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા રત્નકલાકારને મદદના બહાને બે ગઠીયાઓએ એટીએમ કાર્ડ બદલી બાદમાં રૃ।. ૮૦,૦૦૦ ઉપાડી  લીધા હતા.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતના પૂણાગામ ભગવતીકૃપા સોસાયટીમાં રહેતા રત્નકલાકાર મુકેશભાઇ જાગાભાઇ વાડદોરીયા  ગત રવિવારે સાંજે પાંચ વાગ્યે કાપોદ્રા શ્રીકૃપા ઇન્ડસ્ટ્રીઝ પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં રૃ।. ૫૦૦૦ ઉપાડવા ગયા હતા.

વતનમાં લગ્નપ્રસંગે હાજરી આપવા પૈસા ઉપાડી રહેલા મુકેશભાઇથી પૈસા ન નીકળતા ત્યાં હાજર ૩૦થી ૩૫ વરર્ષના બે અજાણ્યા મદદે આવ્યા હતા.

જો કે, તે દરમિયાન બંનેએ એટીએમ કાર્ડ બદલી પાસવર્ડ જાણી લીધો હતો અને બાદમાં મુકેશભાઇના એકાઉન્ટમાંથી રૃ।. ૮૦,૦૦૦ ટુકડે-ટુકડે ઉપાડી લીધા હતા. આ અંગે મુકેશભાઇએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે.એન. ચોપડાએ વધુ તપાસ હાથ ધરી છે.

(6:48 pm IST)