Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સુરતના બીઆરટીએસ રૂટ પર ઘાતકી અકસ્માતો થતા ખાનગી વાહનો ચલાવવા પર પ્રતિબંધ

સુરત:શહેરના બી.આર.ટી.એસ. રૂટમાં ખાનગી વાહનો ચલાવવા પર પ્રતિબંધ પોલીસ કમિશ્નરે જાહેર કર્યો છે પરંતુ તેનો અમલ ફાઈલની બહાર આવ્યો નથી.

મ્યુનિ. અને પોલીસ બીઆરટીએસમાં દોડતા વાહન ચાલકો સામે આકરા પગલાં ભરતા ન હોવાથી દિવસેને દિવસે આ ત્રાસ વધી રહ્યો છે. પોલીસની આ બેદકારીના કારણે આજે અડાજણ ગુજરાત ગેસ સર્કલ નજીક બીઆરટીએસ રૂટ પર બેફામ દોડતા મોડેપની અટફેટે આવેલા એક રાહદારીનો જીવ માંડ માંડ બચ્યો હતો.

સુરતના અડાજણ વિસ્તારમાં બી.આર.ટી.એસ. રૃટમાં અપાયેલા રાહદારીઓના ક્રોસ કરવાના ગેપમાંથી નિકળેલા એક રાહદારીને બેફામ દોડી રહેલા એક મોપેડ ચાલકે અડફેટમાં લીધો હતો. મોપેડ ચાલકની સ્પીડ એટલી હતી કે રાહદારીને અડફેટમાં લીધા બાદ રેલીગ સાથે અથડાતા મોપેડમાં પણ નુકસાન થયું હતું. બીઆરટીએસ રૃટ પર ખાનગી વાહન ચલાવવા પર પોલીસ કમિશ્નરે પ્રતિબંધ જાહેર કર્યો છે અને વાહન ચલાવનારા વિરૂધ્ધ આકરા પગલાં ભરવાની નોટિસ પણ રૂટ પર મુકી છે.

જોકે, આ અમલ કરવામાં પોલીસ અને મ્યુનિ. તંત્ર સદંતર નિષ્ફળ નીવડયું હોવાથી રસ્તો ખુલ્લો હોવા છતાં કેટલાક યુવાનો બીઆરટીએસ રૃટ પર બાઈક કે કાર બેફામ ઝડપે દોડાવી રહ્યા છે. આવા લોકો સામે કોઈ આકરા પગલાં ન ભરાતા હોવાથી આ ન્યુસન્સમાં વધારો થઈ રહ્યો છે. પોલીસ અને મ્યુનિ. તંત્રની બેદકારીના કારણે બીઆરટીેસ રૃટમાં દોડતા વાહનો રસ્તો ક્રોસ કરતા રાદારીઓ માટે ધાતક બની રહ્યાં છે. મ્યુનિ. અને પોલીસ તંત્ર આવા તત્વોને જેર નહીં કરે તો ક્યારેક કોઈ રાહદારીએ જીવ ગુમાવવાનો વખત પણ આવી શકે છે.

(6:47 pm IST)