Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નડિયાદના ચકલાસીમાં દૂધ ભરવા જતી સગીરા સાથે શારીરિક અડપલાં કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ:તાલુકાના ચકલાસીમાં દૂધ ભરવા જતી સગીરા સાથે અડપલા કરી અઘટિત માંગણી કરનાર યુવક સામે ચકલાસી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ચકલાસીના મહાદેવપુરા કેનાલ પર રહેતી ૧૪ વર્ષની આશરાની કિશોરી ગત તા.૧૪-૦૧-૧૮ ની સાંજે સાઈકલ લઈને દૂધ ભરવા જતી હતી ત્યારે ધમો ઊર્ફે જીતેન્દ્ર ભોજાણીએ કિશોરીનો પીછો કરી તેણીની ખેંચતાણ કરી અડપલાં કરી અઘટિત માંગણી કરી હતી. જેથી કિશોરીએ બુમાબુમ કરતાં ધમો ઊર્ફે જીતેન્દ્ર ભોજાણી ભાગી ગયો હતો.
આ બનાવ અંગે ચકલાસી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ધમો ઊર્ફે જીતેન્દ્ર ભોજાણી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

 

(6:43 pm IST)