Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ગુજરાત સરકાર અને ઇલેકટ્રીક કારનો ઉપયોગ કરશેઃ ૧૦ હજાર કારનો ઓર્ડર

ગુજરાત સરકારે હવે સરકારી સેવાના વાહનોમાં બેટરી ઓપરેટેડ ઇલેકટ્રીક કારનો ઉપયોગ પ્રાયોગીક ધોરણે કરવા નિર્ણય લીધો છે. આ માટે દેશભરમાં ૧૦ હજાર ઇલેકટ્રીક કારનું ઉત્પાદન કરવામાં આવશે. જો કે આ અંગે ગુજરાત સરકાર વાહન વ્યવહાર અને નાણા વિભાગ સહિત સંબંધીત વિભાગો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ઇલેકટ્રીક કારનો ઉપયોગ કરાશે.

નોંધનીય છે કે અગાઉ સરકારી વાહનો સીએનજી દ્વારા ચલાવવાનો પણ પ્રોજેકટ હતો. જે નિષ્ફળ ગયો હતો અને સચિવાલયમાં પણ નવા આવતા મહેમાનો માટે ખાસ ઇલેકટ્રીક કાર મુકવામાં આવી હતી તે પણ થોડા દિવસમાં નકામી બની ગઇ હતી. હવે આ નવી બેટરી સંચાલીત કારનો ઉપયોગ સફળ થશે કે કેમ? તે જોવાનું રહયું.

(5:54 pm IST)