Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પાટણમાં બુટલેગરના ઘરમાં જનતા રેડ

દારૂના જથ્થાનો નાશઃ ચીજવસ્તુઓને નુકસાનઃ પોલીસની ગાડી ઉપર પથ્થરમારો

પાટણ તા. ૧૭ : શહેરના સુભાષ ચોક વિસ્તારમાં આવેલા એક કુખ્યાત બુટલેગરના ઘરમાં જતતાએ દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ઘટના સ્થળે પોલીસની ગાડી આવી જતા પોલીસ ઉપર પણ પથ્થરમારો થતા પોલીસ પણ ઘટના સ્થળે છોડી ભાગી ગઇ હતી. જનતાનો આક્રોશ એટલો બધો હતો કે જનતા બુટલેગરના ઘરમાં ઘુસી જઇ ઘરની ચીજવસ્તુઓને પણ નુકસાન કયુ* હતું. તેમજ ઘરમાં પડેલ દારૂના જથ્થાનો નાશ પણ કર્યો હતો.

ઘટના સ્થળે પોલીસ પણ આજે દોડી આવી છે. જ્યારે જનતાનો આક્રોશ જાતા પાટણના કોîગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રજાને શાંત રહેવા અનુરોધ કર્યો હતો. બીજી તરફ જનતાએ જણાવ્યું હતું કે, જા પોલીસ દારૂના અડ્ડાઓ બંધ નહિ કરાવે તો અમારે જનતા રેડ કરવાની ફરજ પડશે.

(2:07 pm IST)