Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ભારતીય મઝદૂર સંઘના પ્રદેશ પ્રમુખ તરીકે પુનઃ વાલજીભાઈ ચાવડા

રાજકોટ,તા.૧૭ : ભારતીય મઝદૂર સંઘ ગુજરાત પ્રદેશનું ૧૭મું ત્રિવાર્ષિક પ્રદેશ અધિવેશન અંબાજી ખાતે મળેલ, જેમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે ૬૦૦ જેટલા કામદારોએ ભાગ લીધેલ હતો.

આ અધિવેશનના નિયુકિત સત્રમાં ભારતીય મઝદૂર સંઘના પદાધિકારીઓની વરણી કરવામાં આવતા. રાજકોટના વતની વાલજીભાઈ ચાવડાની પુનઃ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુકિત કરવામાં આવેલ છે. જેને સમગ્ર ગુજરાતના શ્રમીકોએ વધાવી લઈ શુભેચ્છાઓ આપેલ છે.

(11:54 am IST)