Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ન્યૂઝીલેન્ડમાં વડોદરાનું નવદંપતિ દરિયામાં ડૂબ્યું: પતિનું મોત

ગત ૪ ડિસેમ્બરે થયા હતા લગ્ન

ઓકલેન્ડ તા. ૧૭ : ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલો યુવક ગત ૧૪ જાન્યુઆરીએ તેની પત્ની સાથે બીચ પર ફરવા ગયો હતો. આ નવદંપતિ દરિયામાં ડૂબી જતાં પતિનું મોત થયું અને પત્નીને રેસ્કયુ ટીમે બચાવી લીધી હોવાનું સામે આવી રહ્યું છે. યુવકની લાશને વડોદરા લાવવાની તજવીજ હાથધરવામાં આવી છે.

વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા વિનુભાઈ લિંબાચીયાનો ૨૬ વર્ષિય પુત્ર હેમિનના ન્યૂઝીલેન્ડમાં નોકરી કરતો હતો. ગત ૪ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ તેની મિત્ર તન્વી ભાવસાર સાથ તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ હેમિન અને તન્વી ચાર દિવસ સિંગાપોર ફરી તેઓ ૪ જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ પહોંચ્યા હતા.

૧૪ જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડમાં નેશનલ ડે હોવાથી હેમિન અને તન્વી વાઈમારામા બીચ પર ફરવા માટે ગયા હતા. દરિયા કિનારે આનંદ લઈ રહ્યા હતા ત્યારે જ દરિયાના વિકરાળ મોજા દંપતિને ખેંચી ગયા. તેમણે એક બીજાને બચાવવા માટે અનેક પ્રયત્નો કર્યા.

ઘટનાની જાણ થતા રેસકયુ ટીમ હેલિકોપ્ટર સાથે પહોંચી અને દંપતિને દરિયામાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપવામાં આવી. જોકે હેમીનનો જીવ ન બચી શકયો અને તન્વીને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઉત્ત્।રાયણના દિવસે જ બનેલી આ ઘટનાથી વડોદરામાં રહેતા પરિવારજનો ભારે આઘાતમાં સરી પડ્યા છે. એકના એક પુત્રના મોતને કારણે પરિવારના સભ્યો શોકાતૂર બની ગયા છે.

(11:50 am IST)