Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વડોદરામાં વેપારી ઉપર તલવાર-ગુપ્તીના ઘા ઝીંકયાઃ ર ઝડપાયાઃ મુખ્ય હુમલાખોરો ફરાર

વડોદરાઃ વડોદરાના મંગળવારમાં વેપારી ઉપર હુમલો કરીને હથીયારના ઘા ઝીંકતા ખળભળાટ મચી ગયો છે.

વારસીયા રોડ વ્રજમુષ્ટિ અખાડામાં રહેતા સંજય વસંતરાવ મોરેની મંગળબજાર જૂના ઓકટ્રોય નાકા પાસે દુકાન છે. જે દુકાનમાં ખંડણી માંગવા ગયેલા માથાભારે મયંક ટેલરને થોડા દિવસો પૂર્વે સંજય અને તેના ભાઇએ ફટકાર્યો હતો. જેની અદાવત રાખી ઉતરાયણના મળસ્કે ચાર વાગ્યે સંજય મોરે એકટીવા લઇને ઘરે જતો હતો ત્યારે નવાબજારમાં શ્રેયસાધક હોલ પાસે માથાભારે મયંક ટેલર અને તેના સાથીદારોએ તેને આંતર્યો હતો.વાદળી રંગની ટીશર્ટ પહેરેલા આરોપીએ સંજયને પકડી લીધો હતો.

 મયંક ટેલરે તલવાર વડે માથામાં અને મયંકના કાકા રાજેશે પગ પર તેમજ મયંક ટેલરના દાદાએ ગુપ્તી વડે ગાલ પર ઇજાઓ પહોંચાડી હતી. પાછળથી સંજય મોરેના મોટાભાઇ પ્રવિણ તથા ભત્રીજો ભાવેશ એકટીવા લઇને આવતા હુમલાખોરો સંજયને છોડીને ભાગી ગયા હતા.

બનાવ અંગે સંજય મોરેએ સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સિટિ પોલીસે મયંકના કાકા રાજેશ રામચંદ્ર ટેલર અને દાદા રામચંદ્ર આત્મારામ ટેલર (બંન્ને રહે. બાખાડાને એરેસ્ટ કર્યા છે. ગુનાની વધુ તપાસ માટે આરોપી રાજેશ ટેલરને કોર્ટમાં રજૂ કરી પી.આઇ. ડી.જે. સોસાએ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જયારે મુખ્ય હુમલાખોર મયંક ટેલર ઘર છોડી નાસી જતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(7:05 pm IST)