Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સુરતમાં લીવ ઇન રીલેશનશીપમાં રહેતી બંગાળી મહિલાની છરીના ઘા ઝીંકીને હત્યા

સુરતઃ સુરતમાં અમરોલીમાં બંગાળી મહિલાની હત્યાથી સનસનાટી મચી ગઇ છે. લીવ  ઇન રીલેશનશીપમાં રહેતી આ મહીલાની હત્યા અંગે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ અમરોલી વિસ્તારમાં રહેતી બંગાળી મહિલા સ૫ના મુકેશ શાહની હત્યા થઈ છે. આ મહિલા સાથે શંભુ નામના શખ્સને ત્રણ મહિનાથી ઝદ્યડો થઈ રહ્યો હતો. હત્યાનો જે વ્યકિત પર આરોપ છે તે શંભુ ઓરિસ્સાનો વતની છે.

સુરતના અમરોલી વિસ્તારમાં બનેલી આ દ્યટનાને લઇને ચકચાર મચી ગઇ છે.

અમરોલીની મહાવિર ધામ-૧ સોસાયટીમાં રહેતી બંગાળી મહિલા સ૫ના શાહની શંભુ નામના શખ્સ દ્વારા છરીના દ્યા મારીને હત્યા કરી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બનાવ બાદ હુમલો કરનાર શખ્સ ફરાર થઇ ગયો છે.ઙ્ગ મળતી વિગતો અનુસાર મૃતક મહિલા છેલ્લા ૧૦ વર્ષથી તેના ૫તિ મુકેશથી અલગ રહેતી હતી. બનાવની પ્રાથમિક વિગતોના આધારે પોલીસે ગુન્હો દાખલ કરીને નાસી છૂટેલા શખ્સને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

(6:47 pm IST)