Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અમદાવાદી યુવાનોએ રશિયામાં યોજાયેલી પાવર લીફટિંગમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

45 ડીગ્રીમાં રહેનાર આ ખેલાડીઓએ માઇન્સ 25 ડીગ્રીમાં રમત રમી મેડલ અને કપ મેળવી અમદાવાદ અને ગુજરાતનું નામ રોશન કર્યું

 

અમદાવાદી યુવાનોએ વિદેશી ધરતી પર અમદાવાદ અને ગુજરાતનું નામ કર્યું રોશન છે. પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતને ગર્વ અપાવ્યું છે. રશિયામાં યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મેડલ મેળવ્યા છે.45 ડીગ્રીમાં રહેનાર આપણાં ખેલાડીઓએ માઇન્સ 25 ડીગ્રીમાં રમત રમી મેડલ અને કપ મેળવીને અમદાવાદ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ચેમ્પિયનશીપમાં ભારતનો પહેલો નંબર આવ્યો છે. એક સપ્તાહની ચેમ્પિયનશિપમાં અમદાવાદી ખેલાડીઓએ વિવિધ મેડલ મેળવી ને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ખેલાડીઓ અમદાવાદ એરપોર્ટ પર આવતા પરિવાર અને મિત્રોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. તેમની જીત પાછળ ખેલાડીઓ અને પરિવાર મિત્રોએ ભારે ગર્વ અનુભવ્યો છે.

કોણે કેટલા મેળવ્યા મેડલ

વરુણ દવે: ત્રણ ગોલ્ડ મેડલ. ચેમ્પિયન શિપ પહેલા અકસ્માતમાં પગમાં ઇજા થતાં 30 ટાંકા આવતા ડોક્ટરે રમવાની ના પાડવા છતાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યું

સિદ્ધાર્થ ત્રિવેદી: એક ગોલ્ડ મેડલ અને ટ્રોફી

ઇન્દ્રસિંગ ગુર્જર: 3 ગોલ્ડ અને બેસ્ટ લિફ્ટર ઓપન કેટેગરી ટ્રોફી. ટીમના કેપટન પણ છે.

ધીરુ દભાની: 2 ગોલ્ડ અને 2 બેસ્ટ લિફ્ટર

રાજેશ પરમાર: 3 ગોલ્ડ અને એક સિલ્વર. જેઓ પોલીસ કોન્સ્ટેબલ છે.

 

(12:59 am IST)