Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં શંકાસ્પદ 12 લોકોની સંડોવણી ખુલી : પોલીસે કરી પૂછપરછ

અમદાવાદના સ્ટ્રોંગ રૂમમાંથી જ પેપર લીક થયું હોવાની વિગત : જયેશ પટેલ સામે પ્રાંતિજમાં પોલીસ ફરિયાદ

અમદાવાદ : રાજયમાં હેડ ક્લાર્કની પરીક્ષા પહેલા પેપર લીક થયું હોવાની માહિતી સામે આવી હતી. 88 હજારથી વધારે ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યા છે. પરીક્ષા પહેલા પેપર લીક થયાના પુરાવા રજૂ થયા બાદ તંત્ર હરકતમાં આવતા કૌભાંડીઓના નામ સામે આવ્યા છે. જયેશ ઉર્ફે મુકેશ પટેલની પેપર લીક કેસમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના સ્ટ્રોંગ રૂમમાંથી જ પેપર લીક થયું હોવાની વિગત સામે આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, જયેશ પટેલે જ પેપર લીક કર્યું હતું. જયેશ પટેલ સામે પ્રાંતિજ પોલીસમાં એક ફરિયાદ પણ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ દેવલ પટેલ નામના શખ્સની પણ સંડોવણી સામે આવી છે. દેવલ પટેલ જયેશ પટેલનો ભત્રીજો છે. અને કાકા-ભત્રીજા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

 હાલ અનેક લોકો પોલીસના શંકાના દાયરામાં છે. પોલીસે અત્યાર સુધી 12 શંકાસ્પદોની પુછપરછ કરી છે. અને તેમાંથી કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ થઇ રહી છે.

(12:12 am IST)