Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

હાંડી ગામની મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી પી લેતા રાજપીપળા સિવિલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના હાંડી ગામની પરિણીતા એ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
  મળતી માહિતી અનુસાર તા.૧૫/૧૨/૨૦૨૧ ના રોજ સાંજે 5 વાગ્યાના અરસામાં શાંતાબેન પ્રકાશભાઇ વસાવા(ઉ.વ.૩૦) (  રહે.હાંડી તા.નાંદોદ )એ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા ખાનગી વાહનમાં તેના સગાભાઇ રણછોડભાઇ શામળભાઇ વસાવા (રહે.હાંડી તા.નાંદોદ જી.નર્મદા )નાઓ રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવી સારવાર અર્થે દાખલ કર્યા હતા.જેનું સારવાર દરમ્યાન રાત્રે 9 વાગે મોત નિપજતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(11:33 pm IST)